GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ IPLને લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ ગુજ્જુ ઑલરાઉન્ડર થયો કોરોનાગ્રસ્ત

કોરોના

Last Updated on April 3, 2021 by

IPL 2021ની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર છે. તેના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ માટે આ બેવડો ઝટકો છે કારણ કે નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર સમગ્ર સીઝનમાંથી બહાર છે.

અક્ષર પટેલે કોરોનાના પ્રોટોકોલનું કરવુ પડશે પાલન

દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સૂત્રોએ જણાવ્યું કે અક્ષર કોવિડ-19ના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે તેણે તેને લગતા પ્રોટોકોલનું પાલન કરવુ પડશે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચ ચેન્નઉ સુપર કિંગ્સ સામે મુંબઇમાં 10 એપ્રિલે રમવાની છે. ટીમના ધાકડ બેટ્સમેન અને કેપ્ટન શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત હોવાના કારણે પહેલા જ વર્તમાન સીઝનમાંથી બહાર છે.

27 વર્ષીય અક્ષર પટેલે IPL કરિયરમાં અત્યાર સુધી 97 મેચોમાં પોતાની સ્પિન બોલીંગથી 80 વિકેટ ઝડપી છે અને 913 રન પણ બનાવ્યા છે. વિશ્વની સૌથી આકર્ષક ટી20 લીગ આ વખતે ભારતના છ શહેરોમાં રમાશે. ચેન્નઇમાં 9 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સ અ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચથી વર્તમાન સીઝનની શરૂઆત થશે. આ વચ્ચે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે.

IPL પર કોરોનાનો ખતરો, મુંબઈના વાનખેડે સ્ટેડિયમના નવ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત

સમગ્ર દેશ કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહયો છે અને તેની વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા 9 એપ્રિલથી આઈપીએલનુ આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન આઈપીએલ પર પણ હવે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.આઈપીએલ રમનારા ક્રિકેટરોને તો બાયો બબલમાં રાખવામાં આવ્યા છે પણ ટુર્નામેન્ટ શરુ થવાના એક સપ્તાહ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના આઠ સભ્યો કોરોનાના સપાટામાં આવ્યા છે.

કોરોના

સ્ટેડિયમમાં 19 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.આઈપીએલને ધ્યાનમાં રાખીને મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગયા સપ્તાહે તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.જેમાંથી 26 માર્ચે ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો.એ પછી બીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં પાંચ બીજા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ હતુ.

મટાભાગના કર્મચારીઓ સ્ટેડિયમમાં નથી રહેતા.તેઓ ઘરેથી સ્ટેડિયમ અવર જવર કરતા હોય છે.તેમના પોઝિટિવ આવવાથી ચોંકી ઉઠેલા મુંબઈ ક્રિકેટ બોર્ડે હવે બાકીના કર્મચારીઓની રહેવાની વ્યવસ્થા સુરક્ષિત જગ્યાએ કરવાનુ નક્કી કર્યુ છે.મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ક્રિકેટ બોર્ડ મુંબઈમાં રમનારી મેચો બીજે ખસેડવા માટે પણ વિચાર કરી રહ્યુ છે.

આઈપીએલની ગાઈડલાઈન પ્રમાણે શરુઆતની મેચો દર્શકો વગર જ રમાડવામાં આવશે.જોકે એ પછીની મેચોમાં પણ દર્શકોને એન્ટ્રી અપાય તેવી શક્યતા હાલની સ્થિતિને જોતા નહીવત જ લાગી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો