Last Updated on March 2, 2021 by
ફ્લિપકાર્ટ પર એપલ ડેઝ સેલનો આજે 2 માર્ચે બીજો દિવસ ચાલી રહ્યો છે. ગ્રાહકોને આ સેલમાં એપલની પ્રોડક્ટ્સ સારી કિંમતે મળી રહી છે. સેલમાં એપલ આઈફોન, એયરપોડ્સ, એપલ વોચ, એપલ હોમપોડ, સ્માર્ટ સ્પીકર જેવી કેટલીય પ્રોડક્ટ્સ વ્યાજબી ભાવે મળી રહેશે. એપલ ડેઝ સેલ ફક્ત ચાર દિવસ માટે રાખવામાં આવ્યો છે. એટલે કે, આ સેલમાં મળતો ફાયદો આપ 4 માર્ચ સુધી ઉઠાવી શકશો. જો તમે પણ ઘણા સમયથી એપલ આઈફોન લેવાનું વિચારી રહ્યા હોય તો, આપને જણાવી દઈએ કે, સેલમાં મળતી આ બેસ્ટ ડીલ વિશે જાણી લો.
હકીકતમાં જોઈએ તો, એપલનો સૌથી વ્યાજબી iPhone 12 Mini સૌથી સારા ડિસ્કાઉન્ટ સાથે આપ ઘરે લઈ આવી શકો છો. ફિલપકાર્ટ સેલમાં ગ્રાહકોને આઈફોન 63,900 રૂપિયાની શરૂઆતી કિમત પર ખરીદી શકો છો. આ ઉપરાંત જો ગ્રાહક પેમેન્ટ કરવા માટે HDFC બેંક કાર્ડ અને ઈએમઆઈનો ઉપયોગ કરશે, તો તેને 6 હજાર રૂપિયા સુધીનું ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
તો વળી આઈફોન એક્સચેન્જ ઓફર પર પણ તેને ખરીદી શકો છો. જે અંતર્ગત તેના પર 16,500 રૂપિયા સુધી એક્સચેંજ ઓફર આપવામાં આવી છે.
આવો જાણીએ Apple iPhone 12 Miniના ફીચર્સ
સૌથી પહેલા ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો, તેમાં 5.4 ઈંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. iPhone 12 Miniમાં ડ્યૂલ સિમ સપોર્ટ આપવામાં આવી છે. આ ફોનમાં નૈનો અને ઈ-સીમ પણ વાપરી શકશો. આ ફોન iOS 14 સોફ્ટવેર પર કામ કરે છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આવેલી છે.
કૈમરાની વાત કરીએ તો, આ આઈફોનમાં ડ્યૂલ રિયર કૈમરા સેટઅપ આવેલું છે. જેની પ્રાઈમરી સેંસર 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ છે. બીજો 12 મેગાપિક્સલનો વાઈડ સેંસર છે. આઈફોનના કૈમરામાં નાઈટ મોડ, ડીપ ફ્યૂજન, સ્માર્ટ HDR 3, 4K Dollby Vision HDR રેકોર્ડિંગ જેવા ફિચર્સ પણ આપેલા છે.
ફોનના ફ્રન્ટમાં 12 મેગાપિક્સલનો ટ્રૂ ડેપ્થ સેંસર આપવામાં આવ્યુ છે. જે નાઈટ મોડ અને Dollby Vision HDRના સપોર્ટ સાથે આવે છે. આ ફોન IP68 વોટર રેસિસટેંટ ફીચર સાથે આવે છે. આ આઈફોન ત્રણ સ્ટોરેજ વેટિએંટ 64GB, 128GB,અને 256GB માં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31