Last Updated on March 19, 2021 by
સોનુ ફરી એક વખત મોંઘુ થવા લાગ્યું છે. આજે સોનુ 45253 પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. એક્સપર્ટનું માનવું છે કે, સોનુ ફરી એક વખત 50 હજાર રૂપિયા ઉપર જઈ શકે છે. તેવામાં સોનામાં રોકાણ માટે આ સારો સમય છે. તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી સોનામાં રોકાણ કરી શકો છો. આ ઓપ્શન લોન્ગ ટર્મમાં રોકાણ માટે સાચુ માનવામાં આવે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડે વિતેલા એક વર્ષમાં 13 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.
તેમાં ગોલ્ડ ETFમાં પણ થઈ શકે છે રોકાણ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ ETFનો એક પ્રકાર છે. તે એવી યોજનાઓ છે જે મુખ્યરૂપથી ગોલ્ડ ETFમાં રોકાણ કરે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ સીધી રીતે ભૌતિક સોનામાં રોકાણ નથી કરી, પરંતુ તેવી સ્થિતિમાં અપ્રત્યરૂપથી લે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઓપન-એન્ડેડ રોકાણ પ્રોડક્ટ છે. જે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરે છે. અને તેનું નેટ એસેટ વેલ્યું ETFsના પ્રદર્શન સાથે જોડાયેલું છે.
500 રૂપિયાથી કરી શકો છો રોકાણની શરૂઆત
તમે માસિક SIPના માધ્યમથી 500ની સાથે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. તેમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટની જરૂરત નથી હોતી. તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસના માધ્યમથી તેમાં રોકાણની શરૂઆત કરી શકો છો.
લોન્ગ ટર્મ ગેન ઉપર દેવાનો રહેશે 20 ટકા ટેક્સ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં 3 વર્ષથી વધારે રોકાણને લોન્ગ ટર્મ માનવામાં આવી રહી છે અને તેમાં લાભને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ કહેવામાં આવે છે. સોના ઉપર LTCG ઉપર ઈન્ડેક્સેશન બેનિફિટની સાથે 20 ટકાના દરથી કર લેવામાં આવે છે. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સના સ્લેબના દર અનુસાર ટેક્સ દેવાનો રહે છે.
1 વર્ષનો એક્ઝિટ લોડ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ લોડ થઈ શકે છે. જે સામાન્ય રીતે 1 વર્ષનો હોય છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક્ઝિટ લોડ ત્યારે લગાવે છે જ્યારે એક નિશ્ચિત સમય પહેલા જ તમે રોકાણમાંથી નફો વસુલવા માગો છો. એક્ઝિટ લોડ રોકાણકારોને બહાર જવાથી રોકવા માટે લગાવવામાં આવે છે. અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડનો એક્ઝિટ લોડ લગાવવાનો સમય જુદો હોય છે. એક્ઝિટ લોડ તમારી NAVનો નાનો ભાગ છે. તે તમને બહાર જવા ઉપર કાપવામાં આવે છે.
સોનામાં રોકાણની છે સાચી તક
IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેંટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, કોરોનાના કારણે ઓગષ્ટ 2020માં સોનું 56 હજાર ઉપર પહોંચી ગયું છે અને હવે ફરી એક વખત દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. તેની સાથે લગ્નની સીઝન શરૂ થઈ રહી છે તેના કારણે પણ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મે મહિનામાં અક્ષય તૃતિયામાં પણ છે તેમાં સોનાની માગ વધશે અને સોનાના ભાવો વધી શકે છે. અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે તેના કારણે સોનાના ભાવોમાં ફરી એક વખત 52 હજાર રૂપિયાને પાર પહોચ્યો છે. તેવામાં જો કોઈ રોકાણકાર ગોલ્ડમાં રોકાણ કરવા માગે છે તો આ સારો સમય છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31