GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ રેગ્યુલર ઈનકમ માટે Saving Schemeમાં કરો રોકાણ, જાણો POMIS, SCSS, PMVVY કે FD કોણ આપે છે વધુ વ્યાજ

ઈનકમ

Last Updated on February 27, 2021 by

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેણે રોકાણ કરેલ પૈસા સુરક્ષિત રહે. સાથે જ તે વ્યક્તિને પોતાના રોકાણ પર સારું વ્યાજ મળે અને રોકાણ પર રેગ્યુલર ઈનકમ પણ મળતી રહે. રોકાણ પર રેગ્યુલર ઈનકમની જરૂરત સૌથી વધુ વરિષ્ઠ નાગરિકોને હોય છે. સારું રિટર્ન મેળવવા માટે સીનિયર સિટીઝન પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના, સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કિમ, પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમ અને વિભિન્ન બેંકોના ફિક્સ્ડ ડિપોઝીટ સ્કિમ્સમાં રોકાણ કરી શકે છે. આ સ્કિમ્સમાં સીનિયર સિટીઝનને મંથલી અથવા 3 મહિને ઈન્ટરેસ્ટની ચૂકવણી થાય છે. જેથી વરિષ્ઠ નાગરિક પોતાનો ખર્ચ ચલાવી શકે. તો આવો જાણીએ કઈ સ્કિમ વરિષ્ઠ નાગરિકોને સૌથી વધુ વ્યાજ આપે છે.

NPS

પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમ

પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમમાં સીનિયર સિટીઝન 5 વર્ષની અવધી માટે રોકાણ કરી શકે છે. તેના પર હાલ વાર્ષિક 6.6 % વ્યાજ મળે છે. અને તેમાં ઈન્વેસ્ટની ચુકવણી જમાકર્તાઓને દર મહિને આપવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. આ સ્કિમમાં તમે 4.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. અને જોઈન્ટ અકાઉન્ટ હોલ્ડર 9 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકે છે. આ સ્કિમમાં જમાકર્તા 1 વર્ષ પહેલા પૈસા ઉપાડી શકે નહીં. પ્રીમેચ્યોર ઉપાડ કરવા પર ઈન્ટરેસ્ટ મળશે નહીં. તેમજ 1 વર્ષથી 3 વર્ષની અંદર અકાઉન્ટ બંધ કરવા પર 2 % પેનલ્ટી અને 3 વર્ષથી 5 વર્ષની અંદર અકાઉન્ટ બંધ કરવા પર 1 % પેનલ્ટી લાગશે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ

સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ હેઠળ વરિષ્ઠ નાગરિક 5 વર્ષ સુધી પૈસા જમા કરે છે અને તેનો મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા બાદ 3 વર્ષ માટે વધારી શકાય છે. SCSSમાં વરિષ્ઠ નાગરિકને 7.4 % ઈન્ટરેસ્ટ મળે છે. 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો તેમાં 1000 રૂપિયાથી લઈ 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. આ યોજનામાં પૈસા જમા કરવનારને ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80 C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. આ યોજના હેઠળ પ્રીમેચ્યોર અકાઉન્ટ બંધ કરવા એટલે કે 5 વર્ષ પહેલા અકાઉન્ટ બંધ કરવા પર પેનલ્ટી લાગે છે. જે પ્રિંસિપલ અમાઉન્ટના 1 % થી 1.5 % સુધી થઈ શકે છે.

પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના

પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના હેઠળ 10 વર્ષ માટે પૈસા જમા કરાવી શકાય છે. આ વર્ષે જમાકર્તાઓને 7.4 % દરે વ્યાજ મળશે. 60 વર્ષથી ઉપરના વયના લોકો માટે પેંશન સ્કિમ છે જે 3 વર્ષ માટે 4 મે, 2017ના લોન્ચ કરવામાં આવી હતી. હવે તેનો સમયગાળો 3 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. સીનિયર સિટીઝન 31 માર્ચ 2021 સુધી આ યોજનામાં રોકાણ કરી શકાય છે. આ યોજના હેઠળ વર્ષના અંતમાં પેંશન મળે છે. જો કે, જમાકર્તા ઈચ્છે તો દર મહિને, અથવા ત્રીમાસિક, છમાસિક સાથે વાર્ષિક આધાર પર ઈન્ટરેસ્ટથી લઈ શકે છે. આ સ્કિમના 3 વર્ષ પૂરા થયા બાદ વરિષ્ઠ નાગરિક જમા કરવામાં આવેલ પૈસા 75 % લોન તરીકે પોતાની જરૂરત પૂરી કરવા માટે લઈ શકે છે.

બિઝનેસ

બેંક ફિક્સ્ડ ડિપોઝીટ

દેશના લગભગ દરેક બેંક વરિષ્ઠ નાગરિકો માટે સીનિયર સિટીઝન સ્પેશયલ એફડી સ્કિમ ચલાવી રહ્યા છે. તેમાં સીનિયર સિટીઝનનને સામાન્ય ગ્રાહકોથી ઓછામાં ઓછું 0.5 % વ્યાજ મળે છે. અમૂક પ્રાઈવેટ બેંક 1 % સુધીનું વધુ વ્યાજ આપે છે. ગ્રાહક બેંકમાં મિનિમમ 7 દિવસથી 10 વર્ષ સુધી FD કરાવી શકે છે. બેંક 1 વર્ષથી ઓછા સમયની FD પર જ્યાં 4 % આસપાસ ઈન્ટરેસ્ટ આપે છે ત્યાં જ 5 વર્ષની FD પર સરેરાશ 5.5 % થી 6 % સુધીનું વ્યાજ મળે છે. અમૂક પ્રાઈવેટ બેંક અને સ્મોલ ફાઈનાન્સ બેંક FD પર 8 % વ્યાજ આપે છે. બેંક FD પર ઈન્ટરેસ્ટ તમે ઈચ્છો તો દર મહિને લઈ શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો