GSTV
Gujarat Government Advertisement

આ સરકારી સ્કિમમાં હપ્તે-હપ્તે જમા કરાવો 30 હજાર રૂપિયા, એકી સાથે મળશે અધધ… 31 લાખ રૂપિયા

Last Updated on March 15, 2021 by

કોરોનાએ લોકોને જીવન જીવવાની રીત શીખડાવી દીધી છે. આ મહામારીમાં લાખો લોકોની એક જ ઝાટકે નોકરી ચાલી ગઈ છે. જેના કારણે સેવિગ્સનું મહત્વ સમજાઈ ગયું છે. જે લોકો મેડિકલ ઈન્સ્યોરન્સ લેતા ન હતા તે પણ હવે પોતાના અને પરિવારની સુરક્ષા માટે ઈન્શ્યોરન્સ લેવા લાગ્યાં છે. તેવામાં જો તમે તમારા વૃદ્ધાવસ્થામાં સુરક્ષિત અને ખુશહાલ રહેવાની તૈયારી નથી કરી તો હવે મોડુ કરતા નહીં. જુવાનીના દિવસોમાં કમાતા જિંદગી સરળ લાગે છે. 60ની ઉંમર થઈ ગયાં પછી તમારી પાસે રિટાયરમેન્ટ ફંડ હોવું જરૂરી છે. જેનાથી તમારી જિંદગીમાં કોઈ સમસ્યા આવે નહીં.

શું છે સ્કિમનું નામ ?

જો તમારી ઉંમર 30 વર્ષ છે અને આવનારા 30 વર્ષો માટે તમે દરવર્ષે માત્ર 30 હજાર રૂપિયા જમા કરો છો તો 60 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ થયા બાદ તમને એકી સાથે આશરે 31 લાખ રૂપિયા મળી જશે. સૌથી ખાસ વાત તો એ છે કે, તે સમગ્ર રીતે ટેક્સ ફ્રી રહેશે. આ 30 વર્ષોમાં તમે જમા કરેલા 9 લાખ રૂપિયા અને તમારા રિટાયરમેન્ટ ઉપર મળશે 31 લાખ. 22 લાખ રૂપિયા જે વ્યાજના રૂપમાં કમાણી થશે તે ટેક્સ ફ્રી રહેશે. તે સિવાય 30 હજાર રૂપિયાના રોકાણ કરવા પર કલમ 80સી હેઠળ ટેક્સ ડિડક્શનનો પણ લાભ મળશે. આ સ્કિમનું નામ Public Provident Fund એટલે કે PPF છે.

53 વર્ષ જૂની છે આ સ્કિમ

PPF આજની તારીખમાં રોકાણ કરવાનો સૌથી સરળ રસ્તો અને વિકલ્પ છે. તેની શરૂઆત 1968માં કરવામાં આવી હતી. પાછલા 53 વર્ષોમાં તે રોકાણકારોને આકર્ષતો રહ્યો છે. તેની સૌથી મોટી ખાસીયત એ છે કે તે સેવિંગ સ્કીમની સાથે સાથે ટેક્સ સેવિંગ સ્કીમ પણ છે. તે EEE કેટેગીરી અંતર્ગત આવે છે. આ એક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ સ્કિમ છે. જેમાં દર વર્ષે રોકાણ કરીને તમે ટેક્સમાં ડિડક્શનનો લાભ ઉઠાવી શકો છો. જ્યારે તે મેચ્યોર થઈ જાય છે તો મૈચ્યોરીટી એમાઉન્ટ અને વ્યાજની રકમ બંને ટેક્સ ફ્રી છે. રિટર્નની વાત કરીએ તો તે ગેરેંટેડ છે. તેમાં તમને ખબર રહે છે કે કેટલું રોકાણ થયું છે.

15 વર્ષનો છે મૈચ્યોરીટી પિરીયડ

Public Provident Fund સ્કીમ 15 વર્ષો માટે છે અને તેને 5-5 વર્ષના બ્લોકમાં વધારી શકાય છે. વર્તમાનમાં તેના પર વ્યાજનો દર 7.1 ટકા છે. મૈચ્યોરીટી ઉપર તે સમગ્ર રીતે ટેક્સ ફ્રી છે. PPF એકાઉન્ટ હોલ્ડરને લોનની સુવિધા મળે છે. ત્રીજા અને પાંચમાં વર્ષમાં આ સુવિધા મળે છે.

દર મહિને પોતાના ભવિષ્ય માટે બચાવો 2500 રૂપિયા

જો તમારી ઉંમર 30 વર્ષ છે અને આજથી તમે PPFમાં દર વર્ષે 2500 રૂપિયાના હિસાબે એક વર્ષમાં 30 હજાર રૂપિયા જમા કરાવવાનો નિર્ણય કરો છો. તો 15 વર્ષ બાદ જ્યારે તમારી ઉંમર 45 વર્ષની થશે ત્યારે તે મૈચ્યોર થઈ જશે. 45ની ઉંમરમાં તમને કુલ રકમ મળશે 8 લાખ 13 હજાર 642 રૂપિયા જ્યારે તમારી કુલ જમા રકમ હશે 4.5 લાખ રૂપિયા. અહીંયા તમને 5-5 વર્ષના બ્લોકમાં આગળ વધવાનું છે અને 15 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. 60 વર્ષની ઉંમરમાં તમારી તરફથી કુલ જમા રાશી 9 લાખ રૂપિયા હશે અને તમને મળનારી રકમ કુલ 30 લાખ 90 હજાર 182 રૂપિયા હશે. જે તમામ ટેક્સ ફ્રી હશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો