GSTV
Gujarat Government Advertisement

બેઠા બેઠા કમાણી કરો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો ફક્ત 1 લાખનું રોકાણ અને વ્યાજ તરીકે મેળવો 37000 રૂપિયા

Last Updated on March 11, 2021 by

જો તમે નોકરી કરી રહ્યા છો અને વર્તમાનની સાથે સાથે ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી રાખવું જરૂરી છે. એમ્પ્લોઈ પ્રોવિડેંટ ફંડ (Employee Provident Fund) અને નેશનલ પેન્શન સિસ્ટમ આપના ઘડપણ માટે ખૂબ જ ફાયદાકારક છે. યુવાનીના દિવસોમાં આપ કમાણીનો જે ભાગ બચાવી રાખો છો, રિટાયરમેંટ બાદ તે આપના કામમાં આવે છે. સીનિયર સિટીજન માટે આવી જ એક બચતની યોજના વિશે જણાવી રહ્યા છીએ જે પેન્શન સિસ્ટમની માફક કામ કરે છે. જેમાં આપને દર ત્રણ મહિને ફિક્સ્ડ રિટર્ન મળે છે.

આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે, જે દિવસથી જમા કરવાની શરૂઆત કરો છો, તેના ત્રણ મહિના બાદ આપને રિટર્ન મળવાનું શરૂ થઈ જાય છે. Post Officeની આ શાનદાર સ્કીમનું નામ છે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ સ્કીમમાં રોકાણ કરવા પર વ્યાજદર પણ જોરદાર મળે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ સ્કીમમાં રોકાણ કરવા પર વ્યાજમાં 7.4 ટકા વાર્ષિક મળે છે. વ્યાજનું ચુકવણુ દર 3 મહિને 31st March/30th June/30th Sept/31st December કરવામાં આવશે. વ્યાજની રકમ આપના અકાઉન્ટમાં ઓટો ક્રેડિટ થઈ જશે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ સ્કીમની મેચ્યોરિટી 5 વર્ષની છે. જે 8 વર્ષ સુધી વધારી શકાય છે.

10

રોકાણ પર ટેક્સ ડિડક્શનનો લાભ

આ સ્કીમનો ફાયદો કોઈ પણ ઈંડિવિઝ્યૂઅલ જેની ઉંમર 60 વર્ષથી વધારે છે. તે ઉઠાવી શકે છે. રિટાયર્ડ સિવિલિયન એમ્પ્લોયી 55-60 વર્ષની વચ્ચે અને રિટાયર્ડ ડિફેંસ એમ્પ્લોયી 50-60 વર્ષની વચ્ચે આ યોજનામાં જમા કરી શકે છે. સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં સિંગલ અને સ્પાઉસની સાથે જોઈન્ટ ખોલાવી શકે છે. જો ત્રિમાસીક વ્યાજ ક્લેમ નહીં કરે તો, વ્યાજ પર વ્યાજ મળતુ નથી. જો ટેક્સ ઈન્કમ એક નાણાકીય વર્ષમાં 50 હજારથી વધારે થાય છે. તો ટીડીએસ કપાશે. રોકાણ કરવા પર સેક્શન 80સી અંતર્ગત 1.5 લાખ રૂપિયા ડિડક્શનનો લાભ મળશે. જેમ કે, પહેલા જણાવ્યુ છે, તે ઈંટ્રેસ્ટ ઈનકમ સમગ્ર પણે ટેક્સેબલ છે.

કેટલા રોકાણ પર કેટલુ વ્યાજ મળશે.

ખાસ કરીને આ સ્કીમમાં નિવૃત લોકોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. જો આપ તેમાં 1 લાખ રૂપિયા એક સાથે જમા કરાવશો, તો દર વર્ષે વ્યાજ 7400 રૂપિયા થાય છે. જે દર ત્રણ મહિને 1850 રૂપિયા મળશે. પાંચ વર્ષમાં વ્યાજ તરીકે કુલ 37000 રૂપિયા મળશે. 2 લાખ જમા કરાવા પર દર વર્ષે 14800 રૂપિયા વ્યાજ તરીકે મળશે. જે દર 3 મહિને 3700 રૂપિયા મળશે. જ્યારે પાંચ વર્ષમાં કુલ 74000 રૂપિયા વ્યાજ તરીકે મળશે. જો તમે તેમાં 5 લાખ જમા કરાવો છો તો દર વર્ષે વ્યાજ તરીકે 37000 રૂપિયા થાય છે. દર ત્રણ મહિને 9250 રૂપિયા મળશે અને પાંચ વર્ષમાં કુલ 1.85 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો