GSTV
Gujarat Government Advertisement

શું કેન્દ્ર સરકાર 3 મહિના સુધી ફ્રીમાં આપી રહી છે ઇન્ટરનેટ? જાણો તેની સચ્ચાઇ

Last Updated on April 7, 2021 by

કોરોના મહામારીના આ સમયગાળામાં લોકો મોબાઇલ, ઇન્ટરનેટ, લેપટોપ વગેરે પર વધારે સમય આપી રહ્યા છે. સ્માર્ટફોનમાં તો આખી દુનિયા જાણે આંગણીના ટેરવે આવી ગઇ છે. મોબાઇલ અને ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી ઝડપથી ફેલાઇ રહી છે. માહિતી સાચી હોય તો સારી વાત છે, પરંતુ જો એ જ માહિતી ખોટી હોય તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ખોટી માહિતી અથવા કોઈ અફવા જો ઝડપથી લોકો વચ્ચે ફેલાઇ જાય તો તેનો સામનો કરવો અને લોકો સુધી સાચી જાણકારી પહોંચાડવી સરકાર માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. ત્યારે હાલના દિવસોમાં WhatsApp અને Facebook જેવા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ શેર થઇ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર આગામી ત્રણ મહિના સુધી કરોડો લોકોને મફત ઇન્ટરનેટ સેવા આપી રહી છે. ચાલો જાણીએ આ પોસ્ટની હકીકત…

શું છે સંપૂર્ણ મામલો?

તાજેતરમાં વાયરલ થઇ રહેલી પોસ્ટમાં લખ્યું છે કે ભારત સરકાર બાળકોને ઓનલાઇન ક્લાસ કરવા માટે આગામી ત્રણ મહિના સુધી ફ્રીમાં ઇન્ટરનેટ આપી રહી છે. પોસ્ટમાં એ પણ લખ્યું છે કે અંદાજે 100 મિલિયન યુઝર્સને તેનો લાભ મળશે. પોસ્ટની નીચે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે અહીં ક્લિક કરી રિચાર્જ મેળવી શકાય છે.

પોસ્ટની હકીકત

આ પોસ્ટ વાયરલ થયા પછી તરત કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. PIB Fact Checkએ આ વાયરલ પોસ્ટને ફગાવી દીધી છે. વિભાગે એક ટ્વીટના માધ્યમથી લોકોને જણાવ્યું છે કે આ WhatsApp પોસ્ટ સાચી નથી. ભારત સરકાર દ્વારા આ પ્રકારની કોઇ જાહેરાત કરવામાં નથી આવી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો