GSTV
Gujarat Government Advertisement

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી ધરતી ઉપર આવી રહી છે 3 ટન વજનની આ બેટરી, જાણો શું છે NASAનો પ્લાન

Last Updated on March 17, 2021 by

આતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાંથી 2.9 ટનનો વજન ધરાવતી બેટરી આશરે 426 કિલોમીટર ઉંચાઈથી ધરતી ઉપર પડી રહી છે. આ બેટરીનો ઉપયોગ અંતરિક્ષ સ્ટેશનને રોશન કરવા માટે કરવામાં આવતો હતો. જો કે, આ બેટરી હવે જૂની થઈ ગઈ છે અને હવે તેને ધરતી ઉપર મોકલવામાં આવી રહી છે. આ બેટરીને સ્પેશ સ્ટેશનના વિશાળ રોબોટિક હાથથી જોડવામાં આવી છે. જેની મદદથી હવે બેટરીને ધરતી ઉપર મોકલવામાં આવી રહી છે.

જો તમે વિચારી રહ્યાં છો કે આ વિશાળકાય બેટરી ગમે તે ઘડીએ ધરતી સાથે અથડાઈ શકે છો તો ડરો નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બેટરીને ધરતીની નીચલી કક્ષામાં પહોંચવા માટે બેથી ચાર વર્ષનો સમય લાગી શકે છે. જ્યાં અંતરિક્ષનો કચરો તરી રહ્યો છે. તે બાદ આ બેટરી ધીમે ધીમે ધરતીની કક્ષામાં પહોંચશે અને નષ્ટ થઈ જશે. આ બેટરીને એવા સમયે અલગ કરવામાં આવી છે કે જ્યારે નાસાએ સ્પેસ સ્ટેશનની બેટરીઓ બદલી નાંખી હતી.

સૌથી મોટું સ્પેસ ઓબ્જેક્ટઆઈએસએસથી મોકલવામાં આવી

બેટરીઓ બદલવાની પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ થઈ હતી અને આ દરમયાન 48 નિકેલ હાઈડ્રોજનથી બનેલી બેટરીની જગ્યા ઉર 24 લિથિયમ બેટરીઓને લગાવવામાં આવી છે. અંદાજે 4 વર્ષ બાદ 2020માં બેટરીઓને સમગ્ર રીતે બદલી નાંખવામાં આવી છે. આ બેટરીઓને આ પ્રકારે ઓર્બિટમાં નષ્ટ કરવાની યોજના ન હતી. તેને પહેલા જાપાનના કેએચ-2 ટ્રાંસફર વ્હીકલની મદદથી ધરતી પર લાવવાની હતી. પરંતુ વર્ષ 2018મં સોયુજ રોકેટ લોન્ચ નહીં થવાના કારણે આ યોજનાને બદલી નાંખવામાં આવી હતી.

અમેરિકી અંતરિક્ષ એજન્સી ધરતી બચાવવા માટે એક યાન મોકલવાની યોજના બનાવી રહ્યાં છે. જેના માધ્યમથી પૃથ્વીની તરફ આવી રહેલા એક એસ્ટેરોયડનો રસ્તો બદલી શકાશે. નાસાએ એક યાન છોડીને તેને રોકવાનો પ્રયાસ કર્યો છે જે 14500 માઈલ પ્રતિ કલાકની ઝડપે એસ્ટેરોયડથી ટકરાશે. આ વચ્ચે 1998 ઓઆરટુ નામનો આ વિશાળ એસ્ટેરોયડ આજે પૃથ્વીની ઘણી નજીકથી પસાર થયો છે. એક વિશેષજ્ઞએ દાવો કર્યો છે કે, જો તે 2.5 મીલ પહોળો આ એસ્ટેરોયડ પૃથ્વી સાથે અથડાત તો સમગ્ર માનવ સભ્યતા પૂર્ણ થઈ જાત.

હવે નાસાએ ખતરનાક એસ્ટેરોયડથી ધરતી બચાવવા માટે એક નવી યોજના બનાવી છે. આવનારા વર્ષના જુલાઈમાં નાસા એક અંતરિક્ષ યાન છોડશે. જે પૃથ્વી તરફ આવી રહેલા એક એસ્ટેરોયડની સપાટી સાથે અથડાશે અને તેની દિશાને બદલી નાંખશે. આ ટક્કર એટલી દુર થશે કે તેનાથી પૃથ્વીને કોઈ નુકશાન નહીં થાય. ડબલ એસ્ટેરોયડ રિડાયરેક્શન ટેસ્ટ ડાર્ટ કેટલાક એસ્ટેરોયડને નિશાન બનાવ્યાં છે. આ ડાયડીમોસ નામના એસ્ટેરોયડનું ચક્કર લગાવી રહેલા એક નાના એસ્ટેરોયડ ઉપર અડધા ટનનો પ્રોજેક્ટાઈલ છોડશે. તેને ડાયડીમુન નામ દેવામાં આવ્યું છે.

લોરેંસ લિવરમોર નેશનલ લેબોરેટરીના મીગન બ્રક સ્યાલે જણાવ્યું હતું કે, કોઈ અસલી એસ્ટેરોયડ ઉપર કાઈનેટિક ઈમ્પેક્ટર ટેકનોલોજીનું પરિક્ષણ કરવાનો સરસ તક છે. ફ્રિજના આકારના ઈમ્પૈક્ટરને ડાયડીમુન ઉપર મોકલતા પહેલા ટક્કરને કેદ કરવા માટે તેના ઉપર એક નાનો કેમેરો પણ લગાવવામાં આવસે. નાસાએ પૂર્વ અંતરિક્ષયાત્રી એડ લુએ કહ્યું હતુ કે ઉત્સુકતા જગાવનારા સમાચાર છે. લુ હજુ પણ બી 612 ફાઉન્ડેશનના પ્રમુખ છે. એક એક એનજીઓ છે જે એસ્ટેરોયડની ભાળ મેળવવા માટે તેનો પસ્તો બદલાવવા માટેની દિશામા કામ કરી રહી છે. તેણે કહ્યું છે કે, મને લાગે છે ડાર્ટ એક શાનદાર અભિયાન છે.

નાસાના પ્લેનેટરી ડિફેંસ ઓફિસર લિંડસે જોનસને કહ્યું છે કે, અત્યારે આશરે 2078 એસ્ટેરોયડને ખતરનાક શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. તેણે કહ્યું કે, અંતરિક્ષમાં સેકડો એસ્ટેરોયડ છે. અમે એવા એસ્ટેરોયડને અલગ કરવા માંગીએ છીએ અને તેના ઉપર સતત નજર રાખી રહ્યાં છીએ. નાસા 140 મીટર પહોળાઈ ધરાવતી દરેક ચીજને ખતરનાક એસ્ટેરોયડ ગણે છે જે નજીકના ભવિષ્યમાં પૃથ્વીથી 50 લાખ માઈલના વિસ્તારમાં આવવાની સંભાવના છે. ભલે આ આંકડો તમને વધારે લાગતો હોય પરંતુ એસ્ટેરોયડના રસ્તામાં નાનો ફેરફેર પૃથ્વી તરફ ધકેલી શકે છે.

જોનસને કહ્યું છે કે, નાસાએ તમામ શક્યતાઓ ઉપર વિચાર કર્યાં બાદ આ અંતર નિર્ધારિત કર્યું છે. તેનું કહેવું છે કે, અમારૂ સૌથી મહત્વનું કામ છે તેની શોધ કરવી અને પોતાની યાદીમાં સમાવેશ કરવો કારણ કે તે આપણને આશ્ચર્યમાં મુકી ન શકે. બે માઈલ લાંબી એક ચટ્ટાન 1990 એમયુ 6 જૂન, 2027માં પૃથ્વીની નજીકથી પસાર થશે. જોનસને કહ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે આવી કોઈ મોટી ચીજવસ્તુ પૃથ્વી સાથે અથડાય. નાસાના જણાવ્યા પ્રમાણે આવા આશે 22 એસ્ટેરોયડ છે જે આવનારા વર્ષોમાં ધરતીની નજીક આવી શકે છે અને અથડાવવાની શક્યતાઓ છે.

નાસાના સંચાર વિશેષજ્ઞ લેહ ચેશિએરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સૌથી મોટો સ્પેસ ઓબ્જેક્ટ છે જે આઈએસએસથી મોકલવામાં આવ્યો છે. જેનું વજન આશરે 2.9 ટન છે. આ પહેલા સ્પેસ સ્ટેશનથી અમોનિયા સર્વિસિંગ સિસ્ટમ ટેંકને વર્ષ 2007માં મોકલવામાં આવી હતી. આ સ્પેસ વોકર ક્લે એંડર્સનના એસટીએસ-118 મિશન દરમયાન અંજામ આપ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો