Last Updated on March 18, 2021 by
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કરીને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર રિહાના હવે પોતાની હવેલીને લઈને ચર્ચામાં આવી છે. રિહાનાએ 13.8 મિલિયન ડોલર્સ એટલે કે, લગભગ 100 કરોડમાં આ હવેલી ખરીદી છે.
અમેરિકાના સૌથી પોશ એરિયામાં ખરીદ્યુ મકાન
રિહાનાએ આ હવેલી અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત આવેલા બેવેર્લી હિલ્સ શહેરમાં ખરીદી છે. અહીં ઉલ્લેખનીય છે કે, બેવેર્લી હિલ્સમાં કેટલાય હોલિવૂડ સ્ટારના ઘર આવેલા છે. તેને અમેરિકાનો સૌથી પોશ એરિયા માનવામાં આવે છે. 1930 દરમિયાન બનેલા આ હવેલી 21,958 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલી છે. જેમાં પાંચ બેડરૂમ અને સાત વોશરૂમ આવેલા છે.
આ શાનદાર હવેલી મોર્ડન અને પરંપરાગત સ્ટાઈલથી બનેલુ છે
આ હવેલી મોર્ડન યુગની સાથે સાથે પારંપરિક એલિમેંટ્સ પણ જોવા મળે છે. આ હવેલીમાં ઓપન એર સેંટ્ર્લ કોર્ટયાર્ડ, ટેરેસ, પૂલ, સ્પા અને ફાયરપિટ્સની સુવિધા છે. રિહાનાના ઘરનું કિચન પણ શાનદાર છે. આ પ્રોપર્ટીને ઈંવેસ્ટર ડેનિયલ સ્ટારે વેચ્યુ છે. તેણએ આ હવેલી 2016માં ખરીદી હતી. ત્યાર બાદ તેણે તેમાં ખૂબ ફેરફાર કર્યા. છેલ્લા થોડા સમયમાં આ હવેલી પોપ્યુલર સ્ટાઈલ તરીકે ઉભરી આવી છે. તેના કિચન પણ મોર્ડન ટેક્નોલોજી અને ઈક્વિપેંટથી લૈસ છે અને તેની સ્પેસ પણ ખૂબ વધારે છે.
ખૂબ રૂપિયા કમાય છે રિહાના
આ હવેલીના કિચનમાં બે મોટા માર્બલ આઈલેંડ્સ છે. આ ઉપરાંત તેમાં એક વેટ બાર છે. તો વળી લિવિંગ રૂમ અને લોજ રૂમમાં ફાયર પ્લેસ પણ છે. ઉલ્લેખનીય છે કે, રિહાનાએ પોતાના મ્યૂઝિયમ કરિયર ઉપરાંત પોતાના મેકઅપ બ્રેંડ ફેંટી બ્યૂટી અને પોતાની લોન્જરી બ્રેંડ દ્વારા ખૂબ પૈસા કમાય છે.
લંડન સ્થિત આવેલા મકાનની હરાજી કરી
રિહાના થોડા સમય પહેલા પોતાના લંડનમાં આવેલા બંગલાને સેલ પર નાખીને ખૂબ ચર્ચામાં આવી હતી. તેણે પોતાના આ બંગલાની કિંમત 325 કરોડથી ઘટાડીને 279 કરોડની ઓફર સેલર્સને આપ્યો હતો. રિહાના પાસે આ ઉપરાંત પણ બારબાડોસમાં એકે વેકેશન હોમ છે અને લોસ એંજલિસમાં એક પેંટહાઉસ પણ છે.
મીડલ ક્લાસમાં જન્મેલી રિહાનાએ કોરોના સામે લડવા ખૂબ મોટુ દાન કર્યું
વર્ષ 2019માં રિહાનાને સૌથી અમીર ફીમેલ મ્યૂઝિશિયન તરીકે જાહેર કરવામાં આી હતી. તેણએ પોપ સ્ટાર મૈડોનાને પાછળીને આ સ્થાન મેળવ્યુ હતું. બારબાડોસમાં મિડલ ક્લાસમાં જન્મેલી રિહાના પોતાની ચૈરિટીને લઈને પણ ખૂબ જાણીતી છે. તેણે કોરોના વાયરસની જંગમાં લડવા માટે 8 મિલિયન ડોલર્સ દાનમાં પણ આપ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31