Last Updated on February 24, 2021 by
દેશમાં તમામ બેન્કના બચત ખાતા પર નિશ્ચિત વ્યાજ દર છે. આ દર આ સમયે 3થી 6% વચ્ચે છે. પરંતુ બેન્ક એક એવી સુવિધા પણ આપી રહી છે, જેના દ્વારા સેવિંગ્સ એકાઉન્ટમાં જમા દરથી વધુ વ્યાજનો ફાયદો ઉઠાવી શકે છે. આ સુવિધા છે સ્વીપ ઈન ફેસેલિટી, SBI, બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક વગેરે જેવી બેંકોમાં સ્વીપ ઈન ફેસેલિટીની સુવિધા છે.
શું છે સ્વીપ ઈન ફેસેલિટી ?
સ્વીપ ઈન ફેસેલિટી હેઠળ જયારે સેવિંગ એકાઉન્ટ જમા એક નિશ્ચિત લિમિટ પાર જતી રહે છે તો સરપ્લસ અમાઉન્ટ FDમાં કન્વર્ટ થઇ જાય છે. આ લિમિટ જો અલગ-અલગ બેન્કમાં અલગ-અલગ હોઈ શકે છે. આ કન્વર્ટ FD અમાઉન્ટ પર બેન્ક એફડી પર નક્કી વ્યાજ દરના હિસાબે વ્યાજ મળે છે. સ્વીપ ઈન ફેસેલિટીને લઇ કસ્ટમરને સેવિંગ એકાઉન્ટની જમા પર એના માટે નક્કી વ્યાજ મળે છે. સાથે જ સ્વીપ ઈન હેઠળ કન્વર્ટ થયેલ એફડી પર એના માટે નક્કી વ્યાજ મળે છે. આ હેઠળ કસ્ટમરને ડબલ ફાયદો થાય છે.
લિમિટમાં બેલેન્સ આવે તો એફડી પુરી થઇ જાય છે
સેવિંગ એકાઉન્ટમાં જમા વ્યાજ સુધી નિશ્ચિત લિમિટથી વધી રહેશે, સ્વીપ ઈન હેઠળ એફડી ઓટોમેટિક ચાલતી રહેશે. પરંતુ સેવિંગ એકાઉન્ટની બેલેન્સ લિમિટની અંદર આવ્યા પર સરપ્લસ અમાઉન્ટ વાળી એફડી ખતમ થઇ જાય છે અને પૈસા ફરી સેવિંગ એકાઉન્ટમાં આવી જાય છે એના પર ફરી સેવિંગ એકાઉન્ટ વાળું વ્યાજ મળવા લાગે છે. એને સ્વીપીંગ આઉટ કહેવાય છે. ગ્રાહકને સ્વીપ ઈન એફડીનું વ્યાજ સરપ્લસ અમાઉન્ટ પર જ મળે છે અને ત્યાં સુધી મળે છે જ્યાં સુધી સેવિંગ એકાઉન્ટ બેલેન્સ લિમિટથી વધુ હોય છે.
અલગ અલગ બેંકોમાં અલગ-અલગ નામથી સુવિધા
કેટલીક બેન્ક નોર્મલ સેવિંગ્સ એકાઉન્ટને આ સ્વીપ ઈન ફેસેલિટીથી લિંક કરી દે છે પરંતુ કેટલીક બેંકોમાં એના માટે અલગથી સેવિંગ એકાઉન્ટ છે. જેમકે SBIમાં સેવિંગ પ્લસ એકાઉન્ટ, HDFC બેન્કમાં સ્વીપ ઈન ફેસેલિટી, બેન્ક ઓફ ઇન્ડિયામાં સેવિંગ પ્લસ સ્કીમ, ICICI બેંકમાં મની મલ્ટીપ્લાયર એકાઉન્ટ વગેરે. સ્વીપ ઈન ફેસેલિટીને લઇ દરેક બેન્કના અલગ નિયમ તેમજ ક્રાઈટેરિટયા રહે છે.
એકથી વધુ પણ FD
સ્વીપ ઈન ફેસેલિટી હેઠળ થનારી FD માટે એક નક્કી ડિપોઝિટ લિમિટ હોય છે. એટલે એ એફડીમાં એ લિમિટથી વધુ અમાઉન્ટ જઈ શકતી નથી. એવામાં તમારી પાસે સ્પિન ઈન હેઠળ એકથી વધુ FDનું ઓપ્શન રહે છે. એટલે સરપ્લસ અમાઉન્ટ વધવા પર તમે એકથી વધુ એફડી રાખી વધુ વ્યાજનો ફાયદો લઇ શકો છો. આ સમયે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર અલગ-અલગ સમય માટે 3%થી લઇ 7% નક્કી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31