Last Updated on April 2, 2021 by
કોરોના કાળમાં ઇન્શ્યોરન્સનું મહત્વ વધી ગયુ છે. ઇન્શ્યોરન્સના નામ પર છેતરપીંડી પણ ખુબ થઈ રહી છે. જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી બચી શકાય છે. ઇન્શ્યોરન્સ આપણા ભવિષ્યને સુરક્ષીત કરે છે અને કોરોનાકાળમાં તેના મહત્વમાં વધારો થયો છે. જો કે ઇન્શ્યોરન્સના નામે લોકો સાથે છેતરપીંડી પણ થઈ રહી છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે બાબતોનુ ધ્યાન તમારે ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે જરૂર રાખવુ જોઈએ.
એજન્ટની દરેક વાતની કરો ચકાસણી
કોઈ પણ પ્રકારની વીમા પોલીસી ખરીદતા પહેલા જરૂરી છે કે તમે વીમા એજન્ટની દરેક વાતની સત્યતાની ચકાસણી કરો. ગ્રાહકોને પોલીસી વેચવા માટે વીમા એજન્ટ ઘણી વાર ખોટા દાવાઓ કરે છે. કેટલીક વાર વીમા એજન્ટ એમ પણ કહે છે કે તમે ફક્ત સાઇન કરી દો, બાકીનું હું જોઈ લઈશ. આવા સમયે કોઈપણ કાગળની સત્યતાની ચકાસણી કર્યા વીના સાઇન ન કરો.
યાદ રાખો કે વીમા એજન્ટ એ જ બાબતો જણાવે છે કે જે તમને પસંદ આવે છે. મોટા ભાગે તેઓ ટેક્નીકલ બાબતો વીશે જણાવતા નથી. માટે જ વીમા એજન્ટની દરેક વાતની ચકાસણી તમે પોતે કરો અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લો.
વીમા કંપનીને ફોન કરો
વીમા કંપનીને તમે પોતે ફોન કરો અને જાણકારી એકઠી કરો. વીમા કંપનીઓની ચોવીસ કલાક વાળી ફ્રી સેવા ઉપલબ્ધ છે. આ નંબર પર ફોન કરીને માહિતી એકઠી કરવી જોઈએ. જો એજન્ટની કોઈ બાબત પર તમને શંકા હોય તો આ નંબર પર ફોન કરીને માહિતીને ચકાસવી જોઈએ.
ફેક કોલ
આજ કાલ વીમા કંપનીના નામે ફેક કોલ આવવા એ એક મોટી સમસ્યા બની ગઈ છે. આ કોલ કરવા વાળા લોકો તમને મોટી મોટી લાલચ આપી શકે છે. આવા લોકો તમને ભારે બોનસ અને વ્યાજમાં મુક્તિ જેવી લાલચ આપી શકે છે. માટે તમે પ્રામાણીક વીમા કંપની પાસેથી જ વીમો ખરીદો. જો તમે ઓનલાઇન પોલીસી ખરીદી રહ્યા છો તો એ વાતની ખાતરી કરો કે વેબસાઇટનું ડોમેન અસલી છે કે કેમ.
સુરક્ષિત પેમેન્ટ વિકલ્પ
છેતરપીંડીથી બચવા માટે એક ઉપાય એ છે કે તમે પેમેન્ટનો સુરક્ષીત વિકલ્પ પસંદ કરો. કેશ આપવાથી બચો અને ચેક, ડેબીટ અને ક્રેડીટ કે ઓનલાઇન પેમેન્ટ કરો. તેનાથી એક કડી સ્થાપીત થાય છે અને તમારી પાસે એક પ્રમાણ રહે છે કે તમે કોને અને કેટલી પૈસા આપ્યા છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31