GSTV
Gujarat Government Advertisement

હુકમ / ઈન્શ્યોરન્સ ક્લેમને પોતાની મનમાની કરીને રદ્દ નહિ કરી શકે વીમા કંપનીઓ, સ્પષ્ટ કરવુ પડશે કારણ

Last Updated on March 23, 2021 by

ઈન્શ્યોરન્સ પોલિસીના ગ્રાહકો પાસેથી સતત મળી રહેલા ક્લેમ રિજેક્શનના દાવાને ભારતીય બીમા નિયામક ઈરડાએ (IRDAI)ગંભીરતાથી લીધો છે. નિયામકે સ્પષ્ટ કહ્યુ છે કે, હવે ઈન્સ્યોરન્સ કંપનીઓએ ગ્રાહકોને એ સ્પષ્ટ રીતે કહેવુ પડશે કે તેનો ક્લેમ કયા કારણોથી રદ્દ થયો. ઈરડાએ એક સર્કયૂલર જારી કરીને કહ્યુ કે, જો હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની ગ્રાહક દાવો ખારિજ કરે છે તો તે જણાવે કે કયા કારણથી આવુ થયું. સાથે જ તેમણે કહ્યુ કે, ઈન્શ્યોરન્સ પોલિસીના ગ્રાહકોના ક્લેમ પતાવટમાં વધારે પારદર્શિતા અપનાવે.

દરેક સ્ટેજ પર ગ્રાહકને મળશે જાણકારી

ઈરડાએ પોતાના સર્કયૂલરમાં કહ્યુ કે, તમામ વીમા કંપનીઓ એવી પ્રક્રિયા અપનાવે, જેથી આ જાણી શકાય કે તેનો ક્લેમ કયા સ્ટેજમાં છે. તેમણે દરેક સ્ટેજની પારદર્શી રીતે જાણકારી આપવી પડશે. વીમા કંપનીઓએ એવી સિસ્ટમ બનાવી પડશે જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે તેનો ક્લેમ તેને કયારે મળશે. ઈરડાએ કહ્યુ કે, વીમા કંપનીઓ એવી વ્યવસ્થા કરે કે ગ્રાહકો ને તેની વેબસાઈટ અથવા એપ દ્વારા પોતાના ક્લેમ સ્ટેટસની જાણકારી મળી શકે.

ફક્ત પૂર્વ માન્યતાના આધારે દાવાને નકારી શકાય નહીં

ઈરડાએ જણાવ્યું હતું કે દાવાની અરજી કરવાથી, તેના સમાધાન વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. ‘આરોગ્ય વીમા’ દાવા પતાવટ પરિપત્ર જીવન વીમા, સામાન્ય વીમા અને સિંગલ આરોગ્ય વીમા કંપનીઓ, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર એટલે કે ટીપીએને જારી કરવામાં આવી છે. ઇર્દાએ કહ્યું કે, જો ટી.પી.એ. વીમા કંપની વતી દાવાઓનું સમાધાન લાવે છે, તો તમામ માહિતી પોલિસી ધારકોને આપવી જોઈએ. આઈઆરડીએ એ વીમા કંપનીઓને ખાતરી કરવા જણાવ્યું છે કે અગાઉની ધારણા અથવા અનુમાનના આધારે દાવાને નકારી ન શકાય. હકીકતમાં, વીમા ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા આગામી દિવસોમાં નોંધપાત્ર રીતે વધી શકે છે. તેથી, વીમા કંપનીઓ કે જે દાવાની પતાવટમાં પારદર્શિતા બતાવવામાં પાછળ રહી છે, તે મુશ્કેલ બની શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો