GSTV
Gujarat Government Advertisement

Instant PAN Card: હવે ઘરે બેઠા જ 10 મિનિટમાં બનાવો તમારૂ પાનકાર્ડ, જાણો શું છે પ્રક્રિયા

Last Updated on March 16, 2021 by

જો તમારી પાસે હજુ સુધી પાનકાર્ડ નથી તો તમે 10 મિનિટમાં તેને બનાવી શકો છો. તેનામાટે તમારે ક્યાંય પણ જવાની જરૂરત નથી અને પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. તમારે ઓનલાઈન એપ્લાઈ કરવાનું છે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને 10 મિનિટની અંદર નવો પાન નંબર આપી દેવામાં આવશે. એટલું જ નહીં તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

તેને ઈલેક્ટ્રોનિક પાનકાર્ડ કે ઈ-પાન કહેવામાં આવે છે. આ પાનકાર્ડની સોફ્ટકોપી હોય છે અને જેટલું ફિઝિકલ પાનકાર્ડ વેલિડ છે તેટલું જ તે વેલિડ છે. આ સુવિધાનો લાભ તેવા લોકો લઈ શકે છે. જેની પાસે માન્ય આધાર નંબર હોય અને તેનો આધાર મોબાઈલ નંબરની સાથે રજિસ્ટર્ડ હોય. ઈ-પેન, ઈ-કેવાયસી બાદ આપવામાં આવે છે. તેમાં ઘણો ઓછો સમય લાગે છે.

આધારના માધ્યમથી ઈ-કેવાયસી કરવામાં આવે છે. તેનું કારણ આ પૈન નંબર આધાર નંબરથી તુરંત જ લીંક થઈ જાય છે. યાદ રાખો કે, તમારો આધાર નંબર કોઈ અન્ય પાન નંબરમાં લીંક હોવો જોઈએ નહી. સૌથી મોટી વાત તો એ છે કે, ઈનકમ ટેક્સ ડિપાર્ડમેન્ટ ઈ-પાન માટે અરજીકર્તા પાસેથી કોઈપણ પ્રકારની ફી વસુલતા નથી.

આવી રીતે કરો અરજી

  • https://www.incometaxindiaefiling.gov.in/home ઉપર જાઓ.
  • વેબસાઈટમાં દેવામાં આવેલા Quick Linksની તરફ જુઓ, અહીંયા બીજા નંબર પર તમને Instant PAN through Aadhaarનું ઓપ્શન દેખાશે. તેના ઉપર ક્લિક કરો.
  • અહીંયા Get New PAN ઉપર જઈને ક્લિક કરો. તેની નીચે ગાઈડલાઈન ઉપર ક્લિક કરીને તમામ પ્રોસેસ જાણી શકો છો.
  • તે બાદ જે પેજ ખુલશે તેમાં તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખ્યાં બાદ જાણ કરવાની રહેશે કે તમારી પાસે પેહલાથી જ પાન નંબર નથી. તમારો મોબાઈલ નંબર આધારથી લિંક છે અને જન્મ તારીખ આધારકાર્ડ ઉપર છે અને અરજીકર્તા સગીર નથી.
  • તે બાદ જનરેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તુરંત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. આ ઓટીપીને એન્ટર કરીને વેલિડેટ કરવાનો રહેશે.
  • તે બાદ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ઉપર તમારો પાન નંબર આવી જશે. જેની કોપી પણ ડાઉનલોડ કરી શકો છો. ઈ-પાન પીડીએફ ફોર્મેટ રહેશે.
Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો