GSTV
Gujarat Government Advertisement

TikTokની જેમ Instagramએ Reelsમાં પણ બનાવી શકશો રિમિક્સ વિડીયો, આવી ગયું આ ધાંસુ ફીચર

Reels

Last Updated on April 1, 2021 by

ફોટો શેરિંગ એપ Instagramએ Reels માટે એક નવો ફીચર લોન્ચ કર્યો છે. આ ફીચર TikTokના એક ફીચરથી ઘણો ઇન્સ્પાયર છે. આ ફીચરથી યુઝર Reelsમાં બીજા યુઝર સાથે પેર કરી રિમિક્સ રીલ બનવી શકે છે. ટિક્ટોકમાં આ ફીચર પહેલાથી Duets નામથી ફેમસ છે.

Instagram આ ફીચરને ઓક્ટોબરથી ટેસ્ટ કરી રહ્યું હતું. હવે તેણે આને ગ્લોબલી લોન્ચ કર્યું છે. Instagram Reels રિમિક્સ ફીચર નવા રીલ્સ પર પહેલાથી જ અનેબલ હશે. જયારે જો યુઝર્સ જુના રીલ્સને રિમિક્સ કરવા ઈચ્છે છે તો એને મેન્યુઅલી અનેબલ કરવાનું રહેશે.

આ રીતે ચાલુ કરો remixing

એ અનેબલ કરવા માટે Reelના ત્રણ ડોટ પર ક્લિક કરો. અહીં enable remixingનો ઓપ્શન પસંદ કરો. કોઈ રીલ્સને રિમિક્સ કરવા માટે યુઝરે મેન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે . અહીં Remix this Reel ને સિલેક્ટ કરવું પડશે.

ત્યાર પછી એક નવી સ્ક્રીન ખુલી જશે. એમાં લેફ્ટ સાઈડમાં ઓરીજીનલ રીલ ચાલી રહી હશે જયારે રાઈટ સાઈડમાં નવા વિડીયો જોવા મળશે. એને માટે યૂઝસ રેકોર્ડ કરી શકે છે અથવા ફોનથી નવો વિડીયો બનાવી શકે છે.

એડિટ કેવી રીતે કરશો વિડીયો

રીલને રિમિક્સ કરવા માટે જુના જ એડિટિંગ ઓપ્શનમાં જાઓ. એમાં ઇફેક્ટ્સને એડ કરવું, ટાઇમર, સ્પીડ એડજસ્ટ, એડિટ ઓડિયો જેવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. Instagram પર નવા રીલ્સ અપલોડ કરવા પર ડિફોલ્ટથી જ રિમિક્સ બટન અનેબલ થશે.

યુઝર્સ ચાહે તો આને ડિસેબલ પણ કરી શકે છે. એના માટે એપની સેટિંગમાં જાઓ. અહીં પ્રાઇવેસી સેટિંગ પર ક્લિક કરો. અહીં રીલ્સમાં અનેબલ રિમિક્સિંગને ઓફ કરી દેવો. એના ઓફ થતા જ રિમિક્સિંગ રીલ્સ ડિસેબલ થઇ જશે. આ ફીચર એન્ડ્રોઈસ અને આઇઓએસ બંને માટે ગ્લોબલી ઉપલબ્ધ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો