GSTV
Gujarat Government Advertisement

હવે બાળકો ઉપયોગ કરી શકે તેવું નવું ઈન્સ્ટાગ્રામ આવશે, જાણો શું છે તેમાં ખાસ અને કેવી રીતે થશે ઉપયોગ

Last Updated on March 19, 2021 by

ફેસબુકની માલિકીની એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ હવે બાળકો માટે નવી એપ્લિકેશન શરૂ કરશે. આ ખાસ કરીને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હશે. ઇન્સ્ટાગ્રામ બે વર્ઝન પર કામ કરી રહ્યું છે. તેનું એક વર્ઝન 13 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે હશે, જ્યારે બીજું વર્ઝન 13 વર્ષની નાના બાળકોમાં સુરક્ષિત મોડથી ઉપયોગ માટે પ્રોત્સાહન આપશે. જેઓ પ્રથમ વખત ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. આ માહિતી વિશે ઇન્સ્ટાગ્રામ પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ વિશાલ શાહ BuzzFeed ને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું.

બાળકોને ઇન્સ્ટાગ્રામ વાપરવાની મળશે મંજૂરી

જણાવી દઈએ કે Instagram ની પોલિસી 13 વર્ષથી નીચેના બાળકોને એપ્લિકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી નથી. ઉપરાંત, બાળકો તેમના માતાપિતા અને મેનેજરના સુપરવિઝનમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકે છે. હવે આ બાળકો કેન્દ્રિત વર્ઝન પર ચાલી રહ્યું છે અને આ કામ Instagram ના હેડ Adam Mosseri જોશે. જ્યારે તેનું નેતૃત્વ ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ પવની દિવાનજી કરશે, જેમણે અગાઉ યુટ્યુબ કિડ્સનું નેતૃત્વ કર્યું હતું. આ ગૂગલની પેટાકંપનીનું ચાઇલ્ડ ફોકસ પ્રોડક્ટ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો વિરુદ્ધ ગુનાના કેસો વધી રહ્યા

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો વિરુદ્ધ ગુનાના કેસો વધી રહ્યા છે. આ પ્લેટફોર્મ પર બાળકો સાથે જોડાયેલી વાંધાજનક પોસ્ટ્સ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે હવે કિડ્સ ઓરિએન્ટ એપ લાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો