GSTV
Gujarat Government Advertisement

પાટાપીંડીવાળો વરરાજો: શરીર પર ફક્ત નાની એવી લૂંગી પહેરીને પરણવા આવ્યો શખ્સ, લોકોએ કહ્યું આટલી શું ઉતાવળ હતી !

Last Updated on April 8, 2021 by

લગ્નમાં મહિનાઓ પહેલા વર-વધુ તો ઠીક સંબંધીઓ પણ નિર્ણય પણ આવી જતાં હોય છે આ શુભ ઘડીએ હું શું પહેરીશ. જો કે, સોશિયલ મીડિયા પર હાલ એક એવા વરરાજાની તસ્વીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને સૌ કોઈ હૈરાન થઈ જશે. આ ઘટના છે ઈંડોનેશિયાની. જ્યાં લગ્નમાં એક વરરાજો ફક્ત શોર્ટસ્ પહેરીને આવ્યો હતો. જ્યારે ટ્રેડિશનલ આઉટફિટમાં દુલ્હન અતિ સુંદર લાગી રહી હતી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે લગ્નના થોડા કલાક પહેલા જ વરરાજાનો એક્સિડંટ થઈ ગયો. તેના કારણે તેને કેટલીય જગ્યાએ પાટાપીંડી કરાવી પડી હતી. આ જ કારણ છે કે, વરરાજાએ ફક્ત શોર્ટ્સ પહેરીને લગ્ન કરવા આવવુ પડ્યુ હતું. જો કે, અમુક યુઝર્સનું કહેવુ છે કે, સાજા થયાં પછી લગ્ન કર્યા હોત તો, આટલી શું ઉતાવળ હતી.

લગ્નની આ ચૌંકાવનારી તસ્વીરો 2 એપ્રિલના રોજ ટ્વીટર યુઝર્સ @br0wski શેર કરી હતી. આ વિગતો લખાય છે, ત્યાં સુધીમાં 14.5 હજાર લાઈક્સ અને અઢી હજારથી વધારે રિટ્વીટ મળી ચુક્યા છે. સાથે જ સેંકડો લોકોએ તેના પર રિએક્શન આપ્યા છે.

આ તસ્વીર ઈંડોનેશિયાના ઈસ્ટ જાવા શહેરની છે. જેમાં આપ વરરાજાને કપડા પહેર્યા વગરનો જોઈ શકશો. હકીકતમાં આ વરરાજાએ કપડાના નામ પર ફક્ત લૂંગી પહેરી હતી. તથા શરીર પર તેને કેટલીય જગ્યાએ બેંડેઝ લગાવી હતી. ત્યાં સુધી કે, એક હાથ પર પ્લાસ્ટર પણ લગાવ્યુ હતું. જો કે, વરરાજાને મજબૂરીમાં આ રીતે લગ્ન કરવા પડ્યા હતા. લગ્નના થોડી ક્ષણો પહલા જ વરરાજાનો એક્સિડંટ થઈ ગયો હતો. જેના કારણે તે બાઈક પરથી પડી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયો હતો.

દુલ્હન Elinda Dwi Kristiani મીડિયાને જણાવ્યુ હતું કે, વરરાજો Suprapto લગ્ન માટેનો ખાસ ડ્રેસ એટલા માટે પહેરી શક્યો નહીં કારણ કે, તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને ખભા પર ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ વરરાજાની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. તો વળી કેટલાય લોકો વરરાજાની હિમ્મતને દાદ આપી રહ્યા છે. કારણ કે, આવી પરિસ્થિતીમાં પણ લગ્ન કરવા એ સૌથી મોટી બાબત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો