GSTV
Gujarat Government Advertisement

કામની વાત / ફટાફટ પતાવી લો જરૂરી કામ નહિ તો આગામી 10 દિવસમાં માત્ર 2 જ દિવસ ખુલી રહેશે બેંકો, જાણો સમગ્ર માહિતી

Last Updated on March 21, 2021 by

આ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. અને બેંક સહિત ફાઈનાન્શિયલ સેક્ટર માટે આ મહિનો ઘણો ખાસ હોય છે. 31 માર્ચ સુધી તમામ બેંકોએ પોતાના અકાઉન્ટ આ નાણાકીય વર્ષ માટે ક્લોઝ કરવાનું હોય છે. આ જ કારણ છે કે, જો બેંકથી જોડાયેલુ કોઈ કામ છે તો તેને જલ્દીથી પતાવી લો. જો 26 માર્ચ સુધી તમે બેંકિંગ કામ નથી પતાવ્યુ તો લગભગ એક સપ્તાહની લાંબી રાહ જોવી પડશે.

1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની થશે શરૂઆત

31 માર્ચ એટલે કે બુધવાર એ વર્તમાન નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે. તે દિવસે બેંક ખુલ્લી રહેશે, પરંતુ એકાઉન્ટ બંધ થવાને કારણે, બેંકમાં જાહેર વ્યવહાર કરવામાં આવતો નથી. નવું નાણાકીય વર્ષ (2021-22) 1 એપ્રિલથી શરૂ થશે. 1 એપ્રિલે ગુરુવાર રહેશે અને માર્ચ કલોઝિંગની પ્રક્રિયા સમાપ્ત થવાને કારણે અને નવી પ્રક્રિયા શરૂ થવાથી બેંકમાં જાહેર વ્યવહાર કરવામાં આવતા નથી. મતલબ કે બે દિવસ (31 માર્ચ અને 1 એપ્રિલના રોજ, સામાન્ય લોકો માટે બેંક બંધ માનવામાં આવે છે). બેંક સરકાર સાથે લેવડ-દેવડનું કામ કરે છે અને પોતાનું ખાતુ બંધ કરે છે.

બેંક હોલિડે લિસ્ટ

  • 27 માર્ચ મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ.
  • 29 માર્ચે હોળીના કારણે બેંક બંધ.
  • 30 માર્ચે પટનાના બેંક બંધ રહેશે, જોકે બીજા શહેરમાં બેંક ખુલી રહેશે.
  • 31 માર્ચે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી પબ્લિક ડીલીંગ નહિ થાય.
  • 1 એપ્રિલે નવા નાણાકીય વર્ષનો પહેલો દિવસ પરંતુ અકાઉન્ટ ક્લોઝિંગમાં વ્યસ્ત.
  • 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બેંક બંધ રહેશે.
  • 3 એપ્રિલે બેંક ખુલી રહેશે.
  • 4 એપ્રિલે રવિવારના કારણે બેંક બંધ.
  • 5 એપ્રિલે બેંક સામાન્ય કામકાજ શરૂ થઈ જશે.

2 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવારે બેંક બંધ રહેશે. 3 એપ્રિલે પહેલો શનિવાર હોવાના કારણે બેંક ખુલી રહેશે પરંતુ 4 એપ્રિલે રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે. સોમવારથી રાબેતા મુજબ કામ શરૂ થશે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો