GSTV
Gujarat Government Advertisement

બિઝનેસ/ ભારતમાં સ્ટાર્ટ-અપ કંપનીઓમાં આ વર્ષે 155 કરોડનું રોકાણ કરશે IPV, સરકારને મોટી રાહત

સ્ટાર્ટ-અપ

Last Updated on March 1, 2021 by

ઈન્ફ્લેક્શન પોઈન્ટ વેંચર્સ એટલે કે IPVની આ વર્ષે ભારતીય સ્ટાર્ટ અપ્સમાં પોતાનું રોકાણ ડબલ કરી બે કરોડ ડોલર કરવાની યોજના છે. IPVનો ઈરાદો દેશના સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમને આગળ વધારવાનો છે. IPVમાં રોકાણકારોની સંખ્યા 4,000 છે. તે આ વર્ષના અંત સુધીમાં પોતાના નેટવર્ક પર સદસ્યોની સંખ્યા વધીને 5,000 કરવાનો લક્ષ્ય રાખી રહી છે.

દેશમાં ઈનોવેશનને પ્રોત્સાહન

IVPના ફાઉંડર ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર વિનય બંસલે કહ્યું કે, અમે CEOના નેટવર્કના રૂપમાં સ્ટાર્ટઅપને આગળ વધારવા અને સફર થવામાં મદદ કરીએ છીએ. અમારો વિશ્વાસ છે કે, સ્ટાર્ટઅપ સાથે દરેક આગળ વધી શકે છે. તેનાથી રોજગાર સૃજન હોય છે. અનુભવ થાય છે. અને દેશમાં ઈનોવેશનને પ્રાત્સાહન મળે છે.

55 ડિલ્સની જાહેરાત

અત્યાર સુધીમાં ઈન્ફ્લેક્શન પોઈન્ટ વેંચર્સે 55 ડિલ્સની જાહેરાત કરી છે. તેમાં મિલ્કબાસ્કેટ, બ્લસમાર્ટ, ટ્રુલી મેડલી, સમોસા પાર્ટી અને મલ્ટીભાષી વગેરે સામેલ છે.

બંસલે કહ્યું કે, ગત વર્ષે અમે 10 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કર્યું હતું. આ વર્ષે લગભગ 20 મિલિયન અમેરિકી ડોલર રોકાણની યોજના છે. અમે મજબૂત ટીમો અને મજબૂત ફાઉન્ડરને સપોર્ટ કરીએ છીએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો