Last Updated on April 1, 2021 by
દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તમામ એરપોર્ટ પર કડકાઈ સાથે નિયમો લાગૂ કરી દીધા છે. જે અનુસાર હવે મુસાફરોને ટર્મિનલ પર માસ્ક નહીં પહેરવા અને ટોકવા છતાં પણ જો આવુ નહીં કરે તો, તેને પોલીસના હવાલે કરી દેવામાં આવશે. સાથે જ આ યાત્રિનું નામ નો ફ્લાય લિસ્ટમાં મુકી દેવામાં આવશે. જેનાથી તે મુસાફર ભવિષ્યમાં બે વર્ષ સુધી મુસાફરી કરી શકશે નહીં. આપને જણાવી દઈએ કે, કોરોનાને લઈને ડીજીસીએ ખૂબ જ આકરા પાણીએ થયુ છે.
નવી ગાઈડલાઈન અનુસાર જો એરપોર્ટ પર કોઈ મુસાફર માસ્ક વગર હશે, તો તાત્કાલિક તેને માસ્ક પહેરવા માટે ભલામણ કરવામાં આવશે, જો તેમ છતાં પણ તે નહીં માને તો, સીઆઈએસએફના સુરક્ષાજવાનોને તેની જાણ કરવામા આવશે અને પકડીને પોલીસના હવાલે કરી દેવામાં આવશે. તથા જો કોઈ મુસાફર વિમાનમાં માસ્ક વગર બેસશે અને આનાકાની કરશે, તો પ્લેનમાં ઉતારી દેવામાં આવશે. બાદમાં તેને નો ફ્લાઈ લિસ્ટમાં મુકી બે વર્ષ સુધી મુસાફરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
આવી હોય છે નો ફ્લાઈ લિસ્ટ
વિમાનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક અલગથી ગાઈડલાઈન હોય છે. વિમાનમાં ખરાબ વ્યવહાર કરવા, મારપીટ કરવા, નશો કરવા અથવા અન્ય એવા કોઈ કામ કરવા જેનાથી અન્ય મુસાફરોને કોઈ તકલીફ થતી હોય.આવા મુસાફરોને નો ફ્લાઈ લિસ્ટમાં નાખી દેવામાં આવે છે. ત્યાર બાદ તે હવાઈ મુસાફરી કરી શકતા નથી. આ પ્રતિબંધ બે વર્ષ સુધી લાગૂ રહે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
