GSTV
Gujarat Government Advertisement

Lockdownમાં Indigo ને થયું ભારે નુકશાન, કેન્સલ ટિકિટો ઉપર 1,030 કરોડ રૂપિયાનું આપ્યું રિફંડ

Last Updated on March 24, 2021 by

દેશની સૌથી મોટી ડોમેસ્ટીક એરલાઈન ઈન્ડિગોએ બુધવારે જાહેરાત કરતા કહ્યુંહતું કે, તેને સુપ્રિમકોર્ટના આદેશ બાદ યાત્રિકોને લગભગ 1030 કરોડ રૂપિયાનું રિફંડ કરી દીધું છે. સુપ્રિમ કોર્ટના એક આદેશપ્રમાણે વિતેલા વર્ષમાં કોરોના મહામારીના કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે તે ઉડી નહીં શકનાર યાત્રિકોને તેની ટિકિટના પુરા પૈસા પરત આપ્યાં છે.

લોકડાઉન દરમયાન કેન્સલ ફ્લાઈટના ભાડાનું થયું પેમેન્ટ

કંપનીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ડિગોએ 99.95 ટકા કસ્ટમ ક્રેડિટ શેલ અને રિફંડનું વિતરણ પુર્ણ કરી લીધું છે. પેન્ડિંગ ક્રેડિટ શેલ વધારેમાં વધારે રોકડ લેણદેણમાં હોય છે. જેમાં ઈન્ડિગોને ગ્રાહકોના બેંક ટ્રાન્સફર ડિટેલ્સની રાહ જોઈ રહ્યાં છે.

24 મે 2020 સુધીની બુક કરાવેલી ટિકિટના ભાડાને પરત કરવા આપ્યો નિર્દેશ

પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રિમકોર્ટે એરલાઈન્સને 24 મે, 2020 સુધી યાત્રા માટે બુક કરવામાં આવેલા ભાડાને તુરંત પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ ડીજીસીએએ 16 એપ્રીલના રોજ અલગથી એક નોટીફિકેશન પણ જાહેર કર્યું હતું. જેમાં એરલાઈન્સને 25 માર્ચથી 14 એપ્રીલ સુધી લોકડાઉનના પહેલા ચરણ દરમયાન બુક કરવામાં આવેલી ટિકિટોના પૈસા પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

કેન્સલ ફ્લાઈટ માટે તુરંત રિફંડ કરવામાં કંપની અસમર્થ હતી

ઈન્ડિગોના સીઈઓ રોનો દત્તાએ કહ્યું કે, કોવિડ-19ની અચાનક શરૂઆત અને પરિણામસ્વરૂપ માર્ચ 2020માં લગાવવામાં આવેલા લોકડાઉનના અંત સુધી અમારૂ સંચાલન સમગ્ર રીતે રોકી દેવામાં આવ્યું હતું. ટિકિટ વેંચાણના માધ્યમથી અમારી પાસે આવનારા કેશફ્લો ઉપર તેની અસર પડી રહી હતી. એ માટે અમે કેન્સલ ફ્લાઈટ માટે તુરંત રિફંડ કરવામાં અસમર્થ હતા અને અમે રિફંડ માટે ક્રેડિટ શેલ બનાવવાના હતાં. સંચાલનની બહાલી અને હવાઈ યાત્રાની માગમાં સતત વધારાની સાથે અમારી પ્રાથમિકતા ક્રેડિટ શેલ એમાઉન્ટને જલ્દી પરત આપવા ઉપર હતી.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો