Last Updated on April 4, 2021 by
ઓફિસના કામથી હવાઈ મુસાફરી કરતા લોકોને ઘણી વખતે એવું બનતું હોય છે કે તેઓને એરપોર્ટથી સીધા જ મીટિંગમાં પહોંચવું પડે છે. ત્યારે સાથે રહેલો સામાન અડચણરૂપ સાબિત થાય છે. પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન આ એરલાઇને શોધી લીધું છે.
દિલ્હી, હૈદરાબાદ એરપોર્ટ પર ડોર-ટૂ-ડોર બેગેજ ટ્રાન્સફર
ખાનગી ક્ષેત્રની એરલાઇન IndiGoએ CarterPorter નામની કંપની સાથે કરાર કર્યો છે. આ કંપની ઇન્ડિગોના ગ્રાહકોને ડોર ટૂ ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડશે. કંપનીએ દિલ્હી અને હૈદરાબાદમાં ગુરુવાથી આ સેવા શરૂ કરી છે. ટૂંક સમયમાં જ મુંબઈ અને બેંગ્લુરુમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે.
શું છે ઇન્ડિગોની ડોર ટૂ ડોર બેગેજ ટ્રાન્સફર સેવા
ઇન્ડિગોના ચીફ સ્ટ્રેટજી અને રેવન્યૂ ઓફિસર સંજય કુમારે જણાવ્યું કે તેમની ડોર ટૂ ડોર બેગેજ ટ્રાન્સફર સેવા એ મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે જે ઘરેથી વધારાના સામાન લઇને યાત્રા કરવા માંગે છે અથવા સીધા એરપોર્ટથી પોતાની ઓફિસની મીટિંગમાં જવા માંગે છે. કાર્ટર પોર્ટર યાત્રિઓના સામાનને તેમની યાત્રા શરૂ થતા પહેલા જ અંતિમ સ્થાન સુધી પહોંચાડી દેશે.
એરપોર્ટ પર ઓછો સમય લાગશે
કાર્ટર પોર્ટરના સીઈઓ હર્ષવર્ધને જણાવ્યું કે મુસાફરોના સામાન ઘરેથી જ પિક થવાથી તેમને એરપોર્ટ પર ચેક-ઇન કાઉન્ટર અને સલામતી તપાસમાં ઓછો સમય લાગશે. એટલું જ નહીં જો મુસાફરો એરોપોર્ટથી સીધા બીજી કોઈ જગ્યા જવા માંગે છે, તો સામાન તેમના દ્વારા જણાવેલ એડ્રેસ પર પહોંચી જશે. સાથે જ સેવાની બુકિંગ કરવા પર મુસાફરોને બેગેજ ડિલિવરી કાઉન્ટર પર રાહ જોવી નહીં પડે.
સેવાનો લાભ લેવા 630 રૂપિયાની ચુકવણી કરવી પડશે
ઇન્ડિગોએ પોતાની આ સેવાને ‘6EBagport’ નામ આપ્યું છે. મુસાફરોએ તેના માટે મુસાફરીના 24 કલાક પહેલા બુકિંગ કરાવવી પડશે. તેના માટે મુસાફરોને એક તરફના 630 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
Read Also:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31