Last Updated on March 10, 2021 by
સાયલન્ટ કિલરનુ બિરુદ મેળવી ચુકેલી ઘાતક સબમરિન કરંજ આજે ભારતીય નૌસેનામાં સામેલ થઈ ચુકી છે. જેના કારણે નૌ સેનાની તાકાતમાં વધારો થયો છે. નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને રિટાયર્ડ એડમિરલ વી એસ શેખાવતની હાજરીમાં તેને મુંબઈ ખાતે નૌ સેનામાં સામેલ કરવામાં આવી હતી.
સાઈલન્ટ કિલર છે આ સબમરિન
આ સબમરિનને સાઈલન્ટ કિલર કહેવાય છે કે, કારણકે તે વગર કોઈ અવાજ કરે દુશ્મનના જહાજોને દરિયાના પેટાળામાં રહીને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સ્કોર્પિયન ક્લાસની સબમરિને છે અને આ વર્ગની પહેલી બે સબમરિન કલવરી અને ખંડેરી પહેલા જ નૌસેનામાં સામેલ થઈ ચુકી છે. હવે આ વર્ગની ચોથી સબમરિન વેલાની દરિયાઈ ટ્રાયલ ચાલી રહી છે અને ટુંક સમયમાં તે પણ નૌસેનામાં સામેલ થઈ જશે.
દરિયાની સપાટી પર અને અંદર રહીને મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા
આઈએનએસ કરંજમાં દરિયાની સપાટી પરથી અને દરિયાની અંદર રહીને ટોરપીડો તેમજ એન્ટી શિપ મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા છે. સાથે સાથે તેમાં અત્યાધુનિક સર્વેલન્સ ઉપકરણો પણ ફીટ કરવામાં આવ્યા છે. આ સબમરિન દરિયામાં બીછાવેલી માઈન્સ શોધવા માટે પણ સક્ષમ છે.
આવી છે તેની ખાસિયતો
તેની લંબાઈ 70 મિટર અને ઉંચાઈ 12 મીટર છે તથા તેનુ વજન 1600 જટન જેટલું છે. સબમરિનની ટેકનોલોજી એ પ્રકારની છે કે, તે લાંબો સમય પાણીની અંદર રહી શકે છે અને તેને ઓક્સીજન લેવા માટે વારંવાર સપાટી પર આવવાની જરુર રહેતી નથી. આ માટે ડીઆરડીઓ દ્વારા વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31