Last Updated on March 17, 2021 by
ભારતીય વહીવટીતંત્ર ખાસ પ્રકારની વહીવટી સેવા પર મોટાપાયા પર આધારિત છે અને તેથી હવે સમય આવ્યો છે કે અન્ય સેવાઓના અધિકારીઓને પણ તેમની ખાસ પ્રકારની સેવા પૂરી પાડવા માટે સમાન તક પૂરી પાડવામાં આવે, એમ સંસદીય સમિતિએ જણાવ્યું હતું.
સમિતિએ જણાવ્યું હતું કે તેનું માનવું છે કે વહીવટીતંત્રના ટોચના હોદ્દાઓ પર નિમણૂક કરતી વખતે પ્રતિબદ્ધતા, ક્ષમતા, વલણ અને અધિકારીના રસને પ્રાધાન્ય આપવું જોઈએ, તે ફક્ત જે સર્વિસ સાથે જોડાયેલો છે તેના પર જ ધ્યાન ન આપવું જોઈએ. ભારતીય વહીવટી સેવા આજે જે પડકારોનો સામનો કરી રહી છે તેમાં સામાન્ય વિ. વિશેષજ્ઞા તે સૌથી મોટો પડકાર છે.
આજે ભારતને સામાન્ય કે વિશેષજ્ઞા નહી પરંતુ ખાસ પ્રકારની નિપુણતા ધરાવતા સામાન્ય લોકોની જરૂર છે. તેઓ જ્ઞાાનની રીતે વિશેષજ્ઞા હોવાની સાથે સામાન્ય બાબતોને પણ જાણતા હોવા જોઈએ. આ માટે વહીવટી સમીક્ષાની સાથે સમગ્ર માળખાની પુર્નરચના કરવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.
સમિતિનો અભિપ્રાય છે કે ભારતનો વહીવટી મોટાપાયા પર ખાસ પ્રકારની વહીવટી સેવા પર આધારિત છે, એમ કર્મચારી, જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય પરની સ્ટેન્ડિંગ કમિટીએ ગ્રાન્ટ્સ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન પરની માંગ (2021-22)ના 106માં અહેવાલમાં જણાવ્યું હતું.
આ ખાસ પ્રકારની સેવા સરકારની ધી જ નિર્ણય પ્રક્રિયામાં બીજા પર સરસાઈ ધરાવે છે, તેમા કોઈ સર્વિસનું નામ લેવાયું ન હતું. આ પેનલની ભલામણોનું મહત્ત્વ આટલે માટે છે કેમકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્રનું સંચાલન બાબુઓના (સરકારી અધિકારીઓ)ના હાથમાં હોય તો શું હાંસલ કરી શકાય.
કોઈ ફક્ત આઇએએસ અધિકારી બની જાય એટલે તેને ખાતરથી લઈને કેમિકલ ફેક્ટરીઓથી એરલાઇન્સ દરેકનું સંચાલન કરવાનો અધિકાર બની જાય છે, એમ મોદીએ જાહેર ક્ષેત્રની કંપનીઓના વડા તરીકે બેઠેલા અમલદારોને ટાંકીને જણાવ્યું હતું અને પૂછ્યુ હતું કે તેઓ શું હાંસલ કરી શકશે.
સમિતિની નોંધ હતી કે 349 આઇએએસ અધિકારીઓએ 2020માં નિયત સમયના અંતે તેમના એન્યુઅલ ઇમમૂવેબલ પ્રોપરટી રિટર્ન્સ (આઇપીઆર) પણ સુપ્રદ કર્યા ન હતા. ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ (2020-21)ની તપાસમાં સમિતિએ જણાવ્યું હતું કે 338 આઇએએસ ઓફિસરે 2019 માટેના ઇમમૂવેબલ પ્રોપર્ટી રિટર્ન્સ ફાઇલ કર્યા ન હતા આના પરથી સંસ્થાએ આ પ્રકારની ભૂલ કરતા અધિકારીઓને અવગણવાના બદલે તેમની સામે વધારે આકરૂં વલણ અપનાવવુ જોઈએ અને આકરા પગલાં લેવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31