Last Updated on April 2, 2021 by
રેલ યાત્રીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય રેલવે કોરોના મહામારીના કારણે બંધ પડેલી કેટલીક ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે જલ્દી જ પોતાની યાત્રી સેવાઓ સંપૂર્ણત: શરૂ કરી શકે છે. રેલવે આગળન બે મહિનામાં ફરી એક વાર કોવિડ વાળી પરીસ્થીતિમાં આવી શકે છે. PTIએ સુત્રો થકી જણાવ્યુ છે કે આગામી બે મહિનાઓમાં યાત્રી સેવા ફરી એક વખત શરૂ થઈ શકે છે. આ સમય દરમીયાન શરૂ થનારી ટ્રેન રેગ્યુલર નહી પરંતુ સ્પેશીયલ ટ્રેન હોવાની સંભાવના છે, જો કે સુત્રોનું એવુ પણ માનવુ છે કે આ ત્યારે જ શક્ય બને જ્યારે રાજ્ય સરકાર આ માટે મંજૂરી આપે અને સાથે જ કોરોના વાયરસ પણ કાબુમાં રહે.
યાત્રીઓને મળશે રાહત
જણાવી દઈએ કે યાત્રીઓ છેલ્લા ઘણા સમયથી પેસેન્જર ટ્રેન સેવાને ફરી એક વાર શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. દરરોજ અવર જવર કરવા માટે રેલેવે યાત્રીઓ માટે એક સારી સુવિધા પુરી પાડે છે. પરંતુ આવી ટ્રેનોમાં મુસાફરોની ભીડને લઈને સંક્રમણનો ડર હતો. એવામાં રેલવે એ આ સેવાને શરૂ ન હતી કરી. પણ હવે સ્થીતિમાં સુધાર જોતા આ સેવા ફરી એક વાર શરૂ થવા જઈ રહી છે.
હાલમાં 66% ટ્રેન જ ચાલી રહી છે
હાલમાં 66% જ ટ્રેનો વિશેષ રૂપમાં ચાલી રહી છે. રેલવે દ્વારા ચલાવવામાં આવેલી આ વિશેષ ટ્રેનોમાં સામાન્ય કરતા વધુ ભાડુ વસુલવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી 77% મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. તો બીજી તરફ 91% ટ્રેઇન સબઅર્બન ટ્રેન ચાલી રહી છે જ્યારે માત્ર 20% પેસેન્જર ટ્રેઇન ચાલી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31