GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / યાત્રીગણ ધ્યાન દે… ફરી એકવાર દોડશે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો, ભારતીય રેલ્વેએ કહી આ વાત

Last Updated on April 11, 2021 by

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધતા કેસો વચ્ચે કેટલાક પ્રવાસી મજૂરો રાજયમાં એક બીજા લોકડાઉનની આશંકા જતાવી રહ્યા છે. સોસ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર અનુસાર લોકડાઉનને જોતા ભારતીય રેલ્વેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની યોજના બનાવી છે. જોકે, ભારતીય રેલ્વેના સેટ્રંલ ઝોન જેનું મુખ્યાલય મુંબઈમાં છે. તેઓએ કહ્યુ કે, હાલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની કોઈ યોજના નથી.

સેંટ્રલ રેલ્વેએ ટ્વિટ કરીને કહ્યુ કે, રેલ પ્રશાસનના ધ્યાનમાં આવ્યુ છે કે, સોશ્યલ મીડિયામાં કેટલીક ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેથી તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, આવી કોઈ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી નથી. અને ન તો કોઈ આવી યોજના છે. રેલ્વે માત્ર ગરમીમા સ્પેશિયલ ટ્રેન ચલાવે છે. તો કૃપા કરીને આ અફવાઓને ધ્યાનમાં ન લો.

ગત વર્ષે લોકડાઉનમાં ચલાવાઈ હતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો

ભારતીય રેલ્વેએ કૂલ 4,615 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરાયુ હતું. જે ગત વર્ષે કોરોનાવાયરસના લોકડાઉન દરમ્યાન 63 લાખથી વધારે લોકોને તેમના ઘરે લઈ ગઈ હતી. જણાવી દઈએ કે, રેલ્વેએ ગત વર્ષે 1 મે એ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી હતી. જેથી હજારોની સંખ્યામાં ફસાયેલા પ્રવાસિયોને તેના ઘરે પહોંચાડી શકાય.

સેંટ્રલ રેલ્વેએ કહ્યું કૃપા કરીને પોતાની અને બીજાની સુરક્ષા માટે કોરોનાના ઉચિત વ્યવહારનું પાલન કરો. વિશ્વાસપૂર્ણ જાણકારી માટે કૃપા કરીને અમારા સોશ્યલ મીડિયા હેંડલ @Central_Railwayને ફોલો કરો અથવા http://cr.indianrailways.gov.in પર જાઓ.

ચાલી રહી છે સ્પેશિયલ ટ્રેનો

રેલ્વે ગરમીમા માત્ર સ્પેશિયલ ટ્રેનો અને નિયમિત સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહ્યુ છે. રેલ્વે લોકોને અપીલ કરે છે કે, ઉપર દર્શાવેલી કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. માત્ર કન્ફર્મ ટિકિટ ધારકોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં બેર્ડિંગની પરવાનગી છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો