GSTV
Gujarat Government Advertisement

કૃપયા યાત્રિગણ ધ્યાન દે ! ટ્રેનમાં મુસાફરી દરમ્યાન કરી આ ભૂલ તો થશે 3 વર્ષની જેલ, રેલ્વેએ આપી ચેતવણી

Last Updated on April 2, 2021 by

ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓ આ દિવસોમાં ધણીવાર જોવા મળી છે. હાલમાં જ નવી દિલ્લી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. તો, ગાઝિયાબાદ સ્ટેશન પર પણ આગ લાગવાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓને જોતા રેલ્વેએ યાત્રિઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન જારી કરી છે.

રેલ્વેએ ટ્વિટ કરીને કહી આ વાત

રેલ્વેએ ટ્વિટ કરીને કહ્યુ કે, ટ્રેનમાં યાત્રા દરમ્યાન યાત્રી જ્વલનશીલ સામગ્રી (Indian Railways Ban Flammable Goods) ન પોતે લઈને જાય કે ન કોઈને લાવવા દે આ એક દંડનાત્મક ગુનો છે. એવુ કરવા પર કાયદાકીય કાર્યવાહી સાથે-સાથે જેલ પણ થઈ શકે છે. પશ્ચિમ મધ્ય રેલ્વે અનુસાર, ટ્રેનમાં આગ ફેલાવા અથવા જ્વલંનશીલ વસ્તુઓ લઈ જવાના રેલ અધિનિયમ, 1989ની કલમ 164 અંતર્ગત દંડનાત્મક ગુનો છે. જે માટે ઝડપાયેલા વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અથવા હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા મળી શકે છે.

આ વસ્તુઓ પર લગાવાયો છે પ્રતિબંધ

ભારતીય રેલ્વેએ કરેલા એક ટ્વિટ મુજબ, કેરોસીન, સુકુ ઘાસ, સ્ટવ, પેટ્રોલ, કેરોસીન, ગેસ સિલિન્ડર, મેચબોક્સ, ફટાકડા કે અન્ય કોઈ જ્વલનશીલ વસ્તુઓ સાથે પ્રવાસ ન કરવાની કડકતા ચેતવણી આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા મુસાફરોની મુસાફરી સલામત બનાવવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે જેથી ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ મુસાફરો સલામત મુસાફરી કરે અને તેના ચેહરા પર સ્મિત બની રહે.

રેલ્વે પરિસરમાં સ્મોકિંગ કરવુ ગુનો

એટલુ જ નહિ, આગની ઘટનાઓને કંટ્રોલ કરવા માટે રેલ્વે દ્વારા બનાવાયેલી યોજના હેઠળ જો કોઈ ટ્રેનમાં સ્મોકિંગ કરતા ઝડપાય છે તો તેને જેલની સજા પણ થઈ શકે છે. તે ઉપરાંત દંડ પણ ભરવો પડી શકે છે. રેલ્વે પરિસરમાં સિગરેટ/બીડી પીવુ પણ દંડનાત્મક ગુનો છે. એવુ કરતા ઝડપાશે તો યાત્રીઓ પર 200 રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો