GSTV
Gujarat Government Advertisement

મુસાફરો માટે ખુશખબર: ભારતીય રેલ્વેએ કરી મોટી જાહેરાત, હવે રિઝર્વેશન વગર પણ કરી શકશો મુસાફરી

Last Updated on April 4, 2021 by

કોરોના કાળમાં રેલ મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધતાં રેલ મુસાફરોને ધ્યાને રાખી રિઝર્વેશન વગરની ટ્રેનો ઉતારવાનો નિર્ણય કર્યો છે. તેમાં દિલ્હી-એનસીઆરની સાથે સહારનપુ, અમૃતસર, ફિરોઝપુર અને ફઝિલ્કા સહિત કેટલાય મુસાફરોને તેનો ફાયદો થવાનો છે. 5 એપ્રિલથી મોટા ભાગની અનામત વગરની ટ્રેનો દોડતી થઈ જશે. ઉત્તર રેલ્વેએ કુલ 71 આવી ટ્રેન ચાલુ કરશે, તેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ શામેલ છે.

ભારતીય રેલ્વેએ ટ્વીટ કરીને આપી જાણકારી

રેલ મંત્રાલયે ટ્વિટ કરીને શનિવારે તેના વિશે જાણકારી આપી હતી. રેલ મંત્રાલયે ટ્વીટ કર્યુ હતુ કે, રેલ્વે ભારતીય યાત્રિઓની મુસાફરીની સુવિધામાં વધારો કરતા 5 એપ્રિલથી 71 બિન આરક્ષિત ટ્રેન સેવાઓ શરૂ કરવા જઈ રહ્યુ છે. આ ટ્રેન મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક સફર આપશે. આ ટ્વીટની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. જેમાં ટ્રેનોની યાદી શામેલ છે.

ભાડૂ ઓછુ નહીં થાય

કોરોનાના કારણે અનામત વગરની ટ્રેન સ્પેશિયલ ટ્રેનના નામથી ચલાવામાં આવશે. એટલા માટે ટ્રેનોના ભાડા પેસેન્જર ટ્રેન જેવા સસ્તા નહીં હોય, પણ મેલ અને એક્સપ્રેસ ટ્રેન જેવા જ હશે. રેલ્વેના જણાવ્યા અનુસાર સહારનપુર-દિલ્હી જંક્શન, ફિરોઝપુર કૈંટ-લુધિયાણા, ફજિલ્કા-લુધિયાણા, બઠિંડા-લુધિયાણા, વારાણસી-પ્રતાપગઢ, સહારનપુર-નવી દિલ્હી, જાખલ-દિલ્હી જંક્શન, ગાઝિયાબાદ-પાનીપત, શાહજહાંપુર-સીતાપુર, ગાજિયાબાદ-મુરાદાબાદ સહિત કેટલાય શહેરોમાં રિઝર્વેશન વગરની ટ્રેનો ચલાવાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો