Last Updated on March 30, 2021 by
જો તમે ટ્રેનમાં તમે મુસાફરી કરી રહ્યાં છો કે રજા ઉપરથી પરત ફરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે ભારતીય રેલવેએ પોતાના નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે.તે હેઠળ યાત્રીકોને રાત્રીના સમયે ટ્રેનમાં મોબાઈલ ફોન કે લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. તે પ્રમાણે રાત્રે 11 વાગ્યાતી સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ સપ્લાય બંધ કરી દેવામાં આવશે. રેલવે આ નિર્ણય ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લીધો છે.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્લી-દહેરાદુન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. જો કે તેના કારણે યાત્રીકોને કોઈ નુકશાન પહોંચ્યું ન હતું. પંતુ તેનાથી ભારતીય રેલવે ચિંતીત થયું હતું. જે બાદ સતત કડકાઈ વર્તવામાં આવી રહી છે અને હવે રેલવેએ ચાર્જિંગ પોઈન્ટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એક સમાચાર પ્રમાણે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લીક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે જણાવ્યું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ પોઈન્ટને ઓફ રાખવાની જાહેરાત કરી છે.
છેલ્લા કેટલાક સમયથી ચાર્જિંગ દરમયાન લાંબા અંતરની ટ્રેનોમાં લેપટોપ અને મોબાઈલ ફોનને ઓવરહીટ હોવાના કાણે આગ લાગવાની ઘટના સામે આવી છે. તે માટે રેલવે આ નિર્ણય લીધો છે. ઠાકુરે જણાવ્યું હતું કે, જલ્દી તમામ રેલવે ઝોનમા પણ તેને લાગુ કરી દેવામાં આવશે. એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, આવી જ રીતે મેકેનિક સહિત તમામ કર્મચારીઓને રાત્રે ચાર્જિંગ પોઈન્ટ બંધ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યાં છે. તેની સાથે જ અધિારીઓએ ઔચક નિરિક્ષણ કરવા અને ખામી સામે આવતા જ કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કર્યો છે.
તેની સાથે જ રેલવે ટ્રેનમાં સ્મોક કરનરા સ્મોકર્સ ઉપર પણ ગળીયો કસવાનો પ્લાન બનાવી રહ્યાં છે. ભારતીય રેલવે આવા અપરાધોને લઈને સજા વધારવાનો પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યું છે. અત્યારે ટ્રેનમાં સ્મોકિંગ કરનારા લોકોને રેલ અધિનિયમની ધારા 167 હેઠળ ગાડીઓની અંદર ધૂમ્રપાન કરાનારા લોકોને દંડ કરવામાં આવશે. ધૂમ્રપાન કરનારા યાત્રિકોને 100 રૂપિયા સુધીનો દંડ લાગી કરવામાં આવી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31