GSTV
Gujarat Government Advertisement

Indian Railway : ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં વાંચી લો આ નવી ગાઈડલાઈન્સ, નહીં તો નહીં મળે પ્રવેશ

Last Updated on March 16, 2021 by

કોરોના મહામારીનું સંક્રમણ એક વખત ફરી દેશના કેટલાક રાજ્યોમાં વધી રહ્યું છે. એવામાં એક વખત ફરી ટ્રેનથી મુસાફરી દરમયાન કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવું જરૂરી છે. ગયા વર્ષે ભારતીય રેલવેનું સંક્રમણ વધવાની સાથે સમગ્ર દેશમાં યાત્રી ટ્રેન સેવાઓ બંધ કરી દીધી હતી. બાદમાં ધીરે ધીરે સેવાઓ શરૂ કરવામાં આવી અને હવે લગભગ 65 ટકાથી વધારે ટ્રેનો પાટા ઉપર આવી ચુકી છે.

ટ્રેન સેવા શરૂ થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ફરીથી વધતા કોરોના સંક્રમણે ફરીથી ચિંતામાં વધારો કર્યો છે. ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ભારતીય રેલવેએ ફરીથી લોકોને તમામ જરૂરી ગાઈડલાઈન્સનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર, કેરણ સહીત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. રેલમંત્રાલય તરફથી ફરી યાત્રિકોને કોવિડ ગાઈડલાઈન્સને ફોલો કરવાનું કહેવામાં આવ્યું છે. ખાસકરીને રાજ્યો તરફથી જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. મંત્રાલયે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે.

રેલ મંત્રાલયે શું કહ્યું ?

રેલ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું છે કે, કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે, તે યાત્રા કરતા પહેલા વિવિધ રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વાસ્થ્ય સલાહ સંબંધિત દિશાસુચનોને વાંચી લે. ટ્વિટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, મુસાફર ટ્રેનમાં મુસાફરી કરે તે પહેલા રાજ્યોની સુચના અવશ્ય વાચી લે. ખાસ કરીને તે ક્યાં રાજ્યમાં જઈ રહ્યાં છે, તે રાજ્યના દિશાનિર્દેશ જરૂર વાંચે.

કોરોનાના વધતા કેસોની વચ્ચે ઘણા રાજ્યોમાં સરકારોએ અલગ અલગ ગાઈડ લાઈન જાહેર કરી છે. કેટલાક રાજ્યોમાં એન્ટ્રી માટે વેક્સિન સર્ટિફિકેટ કે RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દેખાડવો અનિવાર્ય કરી દેવાયો છે. એવામાં યાત્રિકોની સુરક્ષા અને કોરોનાને મળીને લડવા માટે કરવામાં આવ્યું છે.

રેલવે તરફથી જાહેર કરાઈ એડવાઈઝરી

વર્તમાન દિવસોમાં ઘણા રાજ્યોમાં કોરોનાના નવા સ્ટ્રેનના સંક્રમણના કેસોમાં વધારો થયો છે. તેને લઈને કેટલાક રાજ્યોમાં બીજીવખત કડકાઈ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ફરી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. તો પંજાબના અમૃતસરમાં સાર્વજનિક સમારોહમાં વેક્સિન સર્ટિફિકેટ કે RT-PCR નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે. તેવામાં રેલવે યાત્રિકોની સુરક્ષા માટે વધારે સતર્કતા દાખવી રહ્યું છે. પૂર્વ મધ્ય રેલવે સહિત કેટલાક ઝોનલ રેલવે તરફથી પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સ્ટેશનો પર થર્મલ સ્કેનિંગ, માસ્ક પહેરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જરૂરી છે.

બિહારમાં કેવી રીતે મળશે પ્રવેશ

મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળથી બિહાર આવનારા યાત્રિકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી છે. 17 માર્ચથી તે વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડવાનો રહેશે. સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ પ્રત્યય અમૃતના જણાવ્યા પ્રમાણે જેની પાસે રિપોર્ટ નહીં હોય, તેનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે અને પોઝિટિવ આવ્યા બાદ ક્વોરેન્ટાઈન સેન્ટર મોકલી દેવામાં આવશે.

કુંભ માટે હરિદ્વાર જઈ રહ્યાં છો તો …

હરિદ્વાર કુંભમેળો- 2021ને લઈને ઉત્તરાખંડ રાજ્યસરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કુંભ માટે શ્રદ્ધાળુઓ દ્વારા કોવિડ-19 સાથે જોડાયેલા પ્રોટોકોલનું પાલન અનિવાર્ય કરી દીધું છે. તેમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યાં છે. સૌથી મોટી વાત તો એ છે કે, હરિદ્વારમાં પ્રવેશ તેને જ આપવામાં આવશે જેણે કોરોના વેક્સિન લગાવી લીધી છે. જે લોકોએ કોરોનાની વેક્સિન નથી લગાવી તે કોરોના નેગેટિવનો તપાસ રિપોર્ટના માધ્યમથી હરિદ્વારમાં પ્રવેશ કરી શકશે. શરત એટલી છે કે, કોરોનાનો તપાસ રિપોર્ટ 72 કલાકની અંદર હોવો જોઈએ.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો