GSTV
Gujarat Government Advertisement

તમારા કામનું/ રેલવેને લગતી કોઇપણ સમસ્યા હોય તો આ નવા નંબર પર કરો કૉલ, તરત આવશે નિવારણ

રેલવે

Last Updated on March 5, 2021 by

ભારતીય રેલ્વેએ ગ્રાહકોની સુવિધા માટે એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે, એટલે કે હવેથી તમે તમારી બધી મુશ્કેલીઓ અને મૂંઝવણોને ફક્ત એક નંબર દ્વારા દૂર કરી શકો છો. રેલવેએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. રેલવેએ તેના તમામ હેલ્પલાઈન નંબરો જેમ કે 182 અને 138 ને મર્જ કરીને રેલ મદદ ઇન્ટિગ્રેટેડ સિંગર હેલ્પલાઇન 139 જારી કરી છે.

ભારતીય રેલ્વેએ ટ્વિટ કર્યું,

ભારતીય રેલ્વેએ ટ્વીટમાં લખ્યું છે કે હવેથી 138 અને 182 હેલ્પલાઇન નંબરો મર્જ કરવામાં આવ્યા છે. હવેથી, તમારે કોઈ પણ રેલ્વે સુવિધાનો લાભ લેવા અથવા કોઈપણ પ્રકારની સમસ્યા માટે 139 પર કૉલ કરવો પડશે. એટલે કે, હવેથી તમારે રેલવે સુવિધાઓ માટે ફક્ત એક જ નંબરની જરૂર પડશે.

રેલ્વેને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ માટે, વન સ્ટોપ સોલ્યુશન રેલ્વે હેલ્પલાઈન નંબર 139 ડાયલ કરો. ચાલો આ નંબર પર તમને કઈ પ્રકારની સુવિધા મળશે તે વિશે વાત કરીએ –

  • સિક્યોરિટી
  • ટ્રેન કમ્પલેઇન
  • પાર્સલ ઇંક્વાયરી
  • મેડિકલ આસિસ્ટેંટ
  • સ્ટેશન કમ્પ્લેઇન
  • ટૂ ટ્રેક યોર કંસર્ન
  • એક્સીડેંટ ઇંફોર્મેશન
  • સતર્કતા જાણકારી
  • જનરલ ઇંક્વાયરી
રેલવે

જણાવી દઇએ કે હેલ્પલાઇન નંબર 139 પર લોકોને 12 ભાષાઓમાં રિસ્પોન્સ મળશે. તે આઈવીઆરએસ એટલે કે ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ સિસ્ટમ પર આધારિત છે. રેલ્વે દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સુવિધાથી મુસાફરોને અનેક હેલ્પલાઈન નંબરને યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તે જ નંબર ડાયલ કરીને તેમના પ્રશ્નોના જવાબ મેળવી શકશે. ભારતીય રેલ્વેએ RailMadad નામની એક એપ પણ રજૂ કરી છે.

કયા નંબર પર, કઇ સેવા ઉપલબ્ધ થશે

  • સુરક્ષા અને મેડિકલ ઇમરજન્સી – નંબર 1 દબાવવા પર
  • પૂછપરછ: પી.એન.આર., ભાડુ અને ટિકિટ બુકિંગ સંબંધિત માહિતી – 2 નંબર
  • કેટરિંગ સંબંધિત ફરિયાદો – 3 નંબર પર
  • સામાન્ય ફરિયાદ – 4 નંબર દ્વારા
  • તકેદારી અને ભ્રષ્ટાચારની ફરિયાદો – 5 નંબર પર
  • ટ્રેન અકસ્માતને લગતી માહિતી – 6 નંબર દબાવવા પર
  • ફરિયાદનું સ્ટેટસ – 9 નંબરની મદદથી
  • કોલ સેન્ટર અધિકારી સાથે વાત કરવા માટે- *
રેલવે

આ નંબર બંધ થઇ જશે

સામાન્ય ફરિયાદ -138, 1098: ચાઇલ્ડ લાઇન, કેટરિંગ સર્વિસ -1800111321, સતર્કતા- 152210, અકસ્માત / સલામતી -1072, ક્લીન માય કોચ- 58888/138, એસએમએસ ફરિયાદ-9717630982, 155210: ફરિયાદ, વિજિલન્સ હેલ્પલાઈન નંબર જેવી કે કંપલેંટ મેનેજમેન્ટ સિસ્ટમ સપોર્ટ પોર્ટલ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો