GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ રેલ્વેએ મુસાફરો માટે ફરી શરૂ કરી આ સુવિધા, હવે મોબાઈલ પર જ કરી શકશો જનરલ ટિકિટ બુકિંગ

રેલ્વે

Last Updated on February 26, 2021 by

ભારતીય રેલ્વેએ મુસાફરોને મોટી રાહત આપી છે. જો તમે રેલ્વે દ્વારા મુસાફરી કરી રહ્યા હોય ચો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં ભારતીય રેલ્વેએ ટિકિટ બુકિંગ કાઉન્ટર પર જવા માટે અને સોશ્યલ ડિસ્ટન્સના માપદંડોનું પાલન કરતા UTS ઓન મોબાઈલ એપના માધ્યમથી અનારક્ષિત ટિકિટ બુક કરાવવાની સુવિધાને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, ગત દિવસોમાં રેલ્વેએ એક મહત્વનો નિર્ણય લેતા અનેક જગ્યાઓ પર જનરલ ટિકિટ પર પણ રેલ યાત્રાની શરૂઆત કરી છે. એવામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. કારણ કે માત્ર બુકિંગ કાઉન્ટર પરથી જનરલ ટિકિટ મળી રહી હતી. હવે રેલ્વેના આ નિર્ણય બાદ ઘણી મોટી રાહત મળી છે. હવે જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. મોબાઈલ દ્વારા જ જનરલ ટિકિટ બુક કરાવી આ અનારક્ષિત શ્રેણીમાં યાત્રા કરી શકશો.

જાણો શું કહ્યું રેલ્વેએ?

રેલ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય રેલ્વે અનારક્ષિત ટ્રેન સેવાઓને ચરણબદ્ધ રીતે રજૂ કરી રહ્યું છે. અનારક્ષિત ટિકિટની બુકિંગમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય અને ટિકિટ ખરીદતા સમયે બુકિંગ કાઉન્ટરો પર સોશ્યલ ડિસ્ટેન્સને સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. UTS મોબાઈલ એપ સુવિધા ઉપરાંત આ સુવિધાને ક્ષેત્રીય રેલ્વેના ઉપનગરી ક્ષેત્રો પર પણ ફરીથી શરૂ કરી શકે છે.

એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે સુવિધા છે ઉપલબ્ધ

જણાવી દઈએ કે, આ એપ એન્ડ્રોઈડ અને વોડાફોન બંને પર કામ કરે છે. આ એપનો ઉપયોગ કરવા  માટે તમારુ GPSને ઓન કરી અને તમે સ્ટેશનના નજીક 5 કિમીની મર્યાદામાં ટિકિટ બુક કરવી શકો છો. જણાવી દઈએ કે, તેમાં દરેક મુસાફરોને PNR નંબર આપવામાં આવશે. જેમાં એક PNR પર યાત્રી વધુમાં વધુ 4 વખત ટિકિટ બુક કરાવી શકે છે. ટિકિટની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM વગેરેથી કરી શકો છો.

કેવી રીતે બુક કરાવી શકાય ટિકિટ

  • ગૂગલ પ્લેસ્ટોરથી UTS એપ ડોઉનલોડ કરો.
  • ત્યાર બાદ તેમાં તમારું નામ, મોબાઈલ નંબર, ID કાર્ડ નંબર ફિલ કરો.
  • હવે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજિસ્ટ્રેશન કરવા પર એક OTP તમારા મોબાઈલ નંબર પર આવશે.
  • ત્યારબાદ તમે સાઈન ઈન કરી શકો છો.
  • ID અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.
  • ત્યારબાદ તમે  UTS લોગ ઈન કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો