Last Updated on April 4, 2021 by
ઇન્ડિયા પોસ્ટે ગ્રામીણ ભારતમાં વસવાટ કરતા લોકોને જીવન વીમાની સુવિધા મળી રહે તે માટે ગ્રામીણ ડાક જીવન વીમા એટલે આરપીએલઆઈ પોલિસીની 1955માં શરૂઆત કરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ ઇન્ડિયા પોસ્ટે આ જીવન વીમા યોજના તૈયાર કરી છે. વર્તમાનમાં આરપીએલઆઈ હેઠળ 6 પ્રકારની પોલિસી ઉપલબ્ધ છે. આજે અમે આ જ પોલિસી અંગે તમને જાણકારી આપીશું. ઇન્ડિયા પોસ્ટની નજીકની કોઇ પણ બ્રાન્ચમાં જઇ પોલિસી અંગે જાણકારી મેળવી શકાય છે.
- હોલ લાઇફ ઇન્સ્યોરન્સ (ગ્રામ સુરક્ષા): આ યોજના હેઠળ પોલિસીધારકની ઉંમર 80 વર્ષ થવા પર એસ્યોર્ડ રકમ અને તેના પર મળતા બોનસની ચુકવણી થાય છે. જો પોલિસીધારકની મૃત્યુ થાય છે, તો તેઓના કાયદાકીય પ્રતિનિધિને આ પોલિસી હેઠળ બોનસ સાથે એશ્યોર્ડ રકમ મળે છે. આ પોલિસી માટે ન્યૂનતમ ઉંમર 19 વર્ષ અને મહત્તમ ઉંમર 55 વર્ષ હોવી જરૂરી છે. ન્યૂનતમ એશ્યોર્ડ રકમ 10,000 હજાર રૂપિયા અને મહત્તમ 10 લાખ રૂપિયા છે. આ પોલિસી પર 4 વર્ષ પછી લોન લેવાની સુવિધા પણ મળે છે. ઇન્ડિયા પોસ્ટે ગત વખતે તેના પર પ્રતિ 1,000 રૂપિયા પર 65 રૂપિયાના બોનસની જાહેરાત કરી હતી.
- એન્ડાઉન્ટમેન્ટ એશ્યોરન્સ (ગ્રામ સંતોષ): આ પોલિસી હેઠળ પોલસીધારકને 35, 45, 50, 55, 58 અને 60 વર્ષની ઉંમરમાં એશ્યોર્ડ રકમ અને બોનસ મળે છે. જો પોલિસીધારક મૃત્યુ પામે છે, તો નોમિની અથવા કાયદાકિય પ્રતિનિધિને આ પોલિસી હેઠળ લાભ મળે છે. 19થી 55 વર્ષની ઉંમરવાળા લોકો આ પોલિસીને ખરીદી શકે છે. પોલિસી હેઠળ ન્યૂનતમ એશ્યોર્ડ રકમ 10 હજાર અને મહત્તમ રકમ 1 લાખ રૂપિયા છે. 3 વર્ષ પછી તેના પર લોનની પણ સુવિધા મળે છે. આ પોલિસી પર પ્રતિ 1000 રૂપિયા પર 50 રૂપિયા બોનસ મળે છે.
- કન્વર્ટિબલ હોલ લાઇફ એશ્યોરન્સ (ગ્રામ સુવિધા): હોલ લાઇફ એશ્યોરન્સ પોલિસીને 5 વર્ષ પછી એન્ડાઉમેન્ટ એશ્યોરન્સ પોલિસી તરીકે કન્વર્ટ કરવાની સુવિધા મળે છે. મેચ્યોરિટીની ઉંમરમાં પોલિસીધારકને એશ્યોર્ડ રકમ અને તેના પર જમા બોનસ મળે છે. 19થી 45 વર્ષના લોકો આ પોલિસીનો લાભ લઇ શકે છે. ન્યૂનતમ એશ્યોર્ડ રકમ 10 હજાર અને મહત્તમ 10 લાખ રૂપિયા છે. 4 વર્ષ પછી આ પોલિસી પર લોનની સુવિધા પણ મળે છે. અંતિમ વખતે આ પોલિસી પર પ્રતિ 1 હજાર રૂપિયા પર 65 રૂપિયાના વાર્ષિક બોનસની જાહેરાત કરી હતી.
- એન્ટિસિપેટેડ એન્ડાઉમેન્ટ એશ્યોરન્સ (ગ્રામ સુમંગલ): 10 લાખ રૂપિયાના વધુ એશ્યોર્ડ રકમ આપતી આ એક મનીબેક પોલિસી છે. જે લોકોને નક્કી કરેલા સમયે રિટર્ન જોઇએ, તેમના માટે આ સૌથી સારી પોલિસી છે. જોકે અકાળે મૃત્યુ થવા પર નોમિનીને તેનો લાભ મળતો નથી. નોમિનીને માત્ર કેટલીક એશ્યોર્ડ રકમ અને તેના પર બનતા બોનસ જ આપવામાં આવે છે. પોલિસીની સમય મર્યાદા 15 અને 20 વર્ષની હોય છે અને 19થી 40 વર્ષના લોકો આ પોલિસીનો લાભ લઇ શકે છે. છેલ્લી વખતે પોલિસી પર પ્રતિ 1,000 રૂપિયા પર 47 રૂપિયાના બોનસની જાહેરાત કરવામાં આવી હતી.
- 10 વર્ષ ગ્રામીણ પીએલઆઈ (ગ્રામ પ્રિય): ગ્રામીણ લોકો માટે ટૂંકા ગાળાની આ મની બેક પોલિસી છે. પોલિસીધારકને 10 વર્ષ માટે એશ્યોર્ડ રકમ સુધી લાઇફ કવર મળે છે. સર્વાઇવલ બેનેફિટ્સની ચુકવણી 4 વર્ષે 20 ટકા, 7 વર્ષે 20 ટકા અને 10 વર્ષે 60 ટકા મળે છે. 20થી 45 વર્ષના લોકો આ પોલિસીનો લાભ લઇ શકે છે અને તેમને ન્યૂનતમ એશ્યોર્ડ રકમ 10 હજાર રૂપિયા અને મહત્તમ 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. કોઈ કુદરતી હોનારતની સ્થિતિમાં એક વર્ષ સુધી કોઈ વ્યાજ ચાર્જ નથી થતો. છેલ્લી વખતે આ પોલિસી માટે પ્રતિ 1 હજાર રૂપિયા પર 47 રૂપિયાના બોનસની જાહેરાત કરવામાં આવી હતી.
- ચિલ્ડ્રન પોલિસી બાલ (જીવન વીમા): મહત્તમ 2 બાળકો માટે આ પોલિસીનો લાભ લઇ શકાય છે. 5થી 20 વર્ષની ઉંમરના બાળકોને આ પોલિસીનો લાભ મળે છે. તેના હેઠળ મહત્તમ એશ્યોર્ડ રકમ 1 લાખ રૂપિયા મળે છે. પોલિસી માટે માતા/પિતાની ઉંમર પણ 45 વર્ષથી વધુ ના હોવી જોઇએ. આ પૉલિસી માટે બાળકોની મેડિકલ તપાસ પણ થતી નથી. એન્ડાઉમેન્ટ પૉલિસી જેટલી જ આ પોલિસી પર પણ વ્યાજ મળે છે. છેલ્લે આ પોલિસી પર પ્રતિ 1 હજાર રૂપિયા પર 50 રૂપિયાના વાર્ષિક બોનસની જાહેરાત કરવામાં આવી હતી.
Also Read:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31