GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/સરકાર સાથે પૈસા કમાવવાનો મોકો! અહીં કરાવો ફ્રીમાં રજીસ્ટ્રેશન, કરો મોટી કમાણી …

સરકાર

Last Updated on March 29, 2021 by

સરકારે ઈ-માર્કેટ પોર્ટલથી વસ્તુઓ અને સેવાઓની સાર્વજનિક ખરીદી એક લાખ કરોડ પાર પહોંચી ગઈ છે. આ પોર્ટલને ઓગસ્ટ, 2016માં શરુ કરવામાં આવ્યું હતું. GeM એક વરિષ્ઠ અધકારીએ કહ્યું કે, વિભિન્ન મંત્રાલયોની ખરીદી ગતિવિધિઓ વધારવાથી પોર્ટલથી ખરીદીના આંકડા ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો માટે વસ્તુઓ અને સેવાઓની ઓનલાઇન ખરીદીને GeM પોર્ટલ 9 ઓગસ્ટ 2016ના રોજ શરુ કરવામાં આવ્યું હતું.

GeMના CEO તલ્લીન કુમારે કહ્યું કે, શરૂઆત પછી આ પોર્ટલની પહોંચ અને સ્તર વધારવાની દિશામાં શાનદાર પ્રગતિ છે. પ્રૌદ્યોગિકી આધારિત અને ઉપયોગકર્તા કેન્દ્રિત રણનીતિ દ્વારા આ પોર્ટલની પહોંચ વધારવામાં મદદ મળશે. જો તમે પોતાનો બિઝનેસ કરી શકે છે તો તમે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી સારી કમાણી કરી શકો છો.

1 લાખ કરોડ રૂપિયા પાર ખરીદી

તેમણે કહ્યું કે, GeM પર રાજ્ય અને કેન્દ્ર સરકારના સંગઠનોની વસ્તુઓ અને સેવાઓની ખરીદીનો આંકડો એક વર્ષ પહેલા 51,154 કરોડ હતું. આ વર્ષે 25 માર્ચને વધારી 1,00610.3 કરોડ રૂપિયા પહોંચી ગયું છે.

કુમારે કહ્યું કે આ પોર્ટલ પર વિક્રેતાઓની સંખ્યા એક વર્ષ પહેલા 3.45 લાખથી જો હવે વધી 12.67 લાખ થઇ છે. આ પ્લેટફોર્મ પર રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ સંસ્થઓ પણ 5,592થી વધી 8,864 પર પહચી ગઈ છે.

ક્યાં કેટલી ખરીદી થઇ

કુમારે કહ્યું કે 25 માર્ચ સુધીમાં કેન્દ્રીય જાહેર સંસ્થાઓની ખરીદી વધીને 2,884 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2019-20 નાણાકીય વર્ષમાં તે 914 કરોડ રૂપિયા હતી. આ જ રીતે સંરક્ષણ મંત્રાલયે 25 માર્ચ સુધી પોર્ટલ દ્વારા 5,166 કરોડ રૂપિયાના ઉત્પાદનો અને સેવાઓ ખરીદી છે. 2019-20માં આ આંકડો 2,830 કરોડ રૂપિયા હતો. કુમારે કહ્યું કે છેલ્લા 20 મહિના દરમિયાન આ પ્લેટફોર્મ પર 2000 થી વધુ સોફ્ટવેર પ્રક્રિયાઓ લગાવવામાં આવી છે.

ફ્રીમાં કરવો રજીસ્ટ્રેશન

કોઈપણ વિક્રેતા જે યોગ્ય અને પ્રમાણિત ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે તે જેમ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. જીઇએમ પર નોંધણી કરવા માટે, https://mkp.gem.gov.in/regifications/signup#!/sellerની મુલાકાત લઈને વપરાશકર્તા ID અને પાસવર્ડ બનાવી શકે. વપરાશકર્તા આઈડી બનાવવા માટે આધાર/પાન, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીની જરૂર પડશે.

MONEY

યુઝર આઈડી બનાવ્યા પછી, જીઇએમ પર લોગિન કરો. અહીં તમારી પ્રોફાઇલ પર ઓફિસનું સરનામું, બેંક ખાતું, અનુભવ વગેરેની વિગતો દાખલ કરો. તમારા ડેશબોર્ડના કેટલોગ વિકલ્પમાં ઉત્પાદન અથવા સેવા પસંદ કરો. જે ઉત્પાદન અને સેવાઓ તમે વેચવા માંગો છો.

GeM પર તમે પોતાને રજીસ્ટર કરી શકો છો અને તે સંપૂર્ણપણે ફ્રી છે. આ માટે તમારે કોઈને પૈસા આપવા નહિ. નોંધણી માટે તમે સત્તાવાર વેબસાઇટ https://gem.gov.inની મુલાકાત લઈને અન્ય શરતો વિશેની માહિતી મેળવી શકો છો.

આ દસ્તાવેજો મહત્વપૂર્ણ છે

GeM પર નોંધણી માટે અરજદાર પાસે પાનકાર્ડ, ઉદ્યોગ આધાર અથવા એમસીએ 21 રજિસ્ટ્રેશન, વેટ/ટીએન નંબર, બેંક ખાતું અને કેવાયસી દસ્તાવેજો જેવા કે ઓળખ કાર્ડ, હાઉસિંગ પ્રૂફ અને કેન્સલ ચેક હોવું જોઈએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો