Last Updated on March 24, 2021 by
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન બંને તરફથી ભાઈઓની જોડી રમતી દેખાઈ.ટીમ ઈન્ડિયા તરફથી પંડ્યા બંધુ, ઈંગ્લેન્ડ તરફથી કરન બંધુ (સૈમ અને ટૉમ). આ પણ સંયોગ છે કે, આ ચારેય ખેલાડી ઓલરાઉન્ડર છે. તેમાંથી ફક્ત ક્રૃણાલ સ્પિનર છે. જ્યારે હાર્દિક, સૈમ અને ટોમ ત્રણેય ફાસ્ટ બોલર છે. સૈમ અને ટોમ આ અગાઉ 2011માં શ્રીલંકા વિરુદ્ધ એક સાથે વન ડે રમી ચુક્યા છે.
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા
હાર્દિક અને ક્રૃણાલ ભારતીય વન ડેના ઈતિહાસમાં એક સાથે રમી રહેલી ત્રીજી ભાઈઓની જોડી છે. જો કે, 6 ફેબ્રુઆરી 2019ના રોજ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી-20 ઈંટરનેશનલમાં પણ બંને ભાઈઓએ દેખાયા હતા. એક દિવસ મેચમાં આ સંયોગ પહેલીવાર આવ્યો. હાર્દિક પંડ્યા 2016થી ભારતીય ટીમનો સભ્ય છે. જ્યારે ક્રૃણાલને હમણાને જ મોકો મળ્યો છે. પંડ્યા બંધૂઓ આઈપીએલમાં મુંબઈ ઈંડિયંસ તરફથી ધમાલ મચાવતા આવ્યા છે.
ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ
નવ વર્ષ બાદ ફરી એક વખત ટીમ ઈન્ડિયામાં બે ભાઈઓની જોડી રમી રહી છે. આ અગાઉ માર્ચ 2012માં ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ એક સાથે રમતા હતા. વડોદરામાં એક સામાન્ય ઘરમાં જન્મેલા આ બંને ભાઈઓએ એક બીજાને સપોર્ટ કરીને ક્રિકેટમાં ઉચ્ચ શિખરે પહોંચ્યા હતા. અહીં પણ એવુ બન્યુ જ્યારે નાના ભાઈ ઈરફાને પહેલા જગ્યા બનાવી અને બાદમાં યુસુફ આવ્યો.
મોહિંદર અને સુરિંદર અમરનાથ
તેમની પણ પહેલા ટીમમાં મોહિંદર અને સુરિંદર અમરનાથે રાષ્ટ્રીય ટીમ માટે ત્રણ મેચ એક સાથે રમી હતી. બંને આઝાદ ભારતના પ્રથમ કેપ્ટન લાલા અમરનાથના સંતાન હતા. તે સમયે અમરનાથ પરિવારને દેશમાં ખેલ જગતનું પ્રતિષ્ઠિત પરિવાર તરીકે માનવામાં આવતુ હતું. સુરિંદર આક્રમક બેટ્સમેન હતા. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો ઢગલો કરી નાખ્યો હતો. પણ યોગ્ય મોકો ન મળવાથી તેઓ ટીમમાં બહાર થઈ ગયા.બીજી બાજૂ મોહિંદરની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં થતી હતી. 1983ના વિશ્વ કપમાં ભારતની જીત માટે તેમનું મહત્વનું યોગદાન હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31