Last Updated on March 14, 2021 by
સરકારી ભરતીઓમાં ગોટાળા થતા હોવાનુ છાશવારે સામે આવતુ રહે છે. આ ગ્રહણ હવે ભારતીય સેનાને પણ લાગ્યુ હોય તેવી આશંકા છે. કેટલાક ભરતી સેન્ટર પર ભરતીમાં ગોટાળો થયો હોવાની આશંકા દર્શાવતા એક ગુપ્ત અહેવાલ બાદ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લેવાયો છે.
સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારના મામલાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ કૌભાંડ સેનાની પોતાની ગુપ્તચર એજન્સીની તપાસમાં સપાટી પર આવ્યુ છે અને એ પછી સેનાના ઉચ્ચાધિકારીઓ સતર્ક થઈ ગયા છે.
જોકે ભરતી કૌભાંડમાં એક કરતા વધારે એજન્સીઓની સંડોવાણી હોવાનુ લાગી રહ્યુ છે અને તેના કારણે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેનાનુ કહેવુ છે કે, ઉમેદવારોની પસંદગીમાં ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય તેમ નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31