GSTV
Gujarat Government Advertisement

ગેમ ચેન્જર: ઈંગ્લેન્ડે મેચ પર પકડ બનાવી લીધી હતી, પણ ભારતના આ એક નિર્ણયે આખી બાજી પલ્ટી નાખી

Last Updated on March 21, 2021 by

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ગત રોજ રમાયેલી આખરી અને નિર્ણાયક ટી 20માં 36 રનેથી હરાવીને માત આપી છે. ત્યાર બાદ ભારતીય ટીમે આ સીરીઝ પર 3-2થી કબ્જો કરી લીધો હતો. ભારતે પ્રથમ બેટીંગ કરતા બે વિકેટના નુકસાન પર 224 રનનો વિશાળ સ્કોર આપ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે 20 ઓવરમાં આઠ વિકેટ ખોઈને 188 રન પર અટકી ગઈ હતી.

એક સમયે ભારત આ મેચમાં નાજૂક હાલતમાં દેખાઈ રહી હતી. પણ કેપ્ટન વિરાટ કોહલીના એક નિર્ણયે આખી બાજી પલ્ટી નાખી. ઈંગ્લેન્ડ 12.4 ઓવરમાં જ 4 વિકેટ પર 130 રન બનાવી લીધા હતા. ક્રિઝ પર જોસ બટલર અને ડેવિડ મલાન ખતરનાક મોડમાં હતા. અહીંથી ઈંગ્લેન્ડને 44 બોલમાં 95 રનની જરૂર હતી અને તે જીત માટે આગળ વધી રહ્યુ હતું.

ગેમ ચેન્જર બન્યો ભુવનેશ્વર કુમાર


ત્યારે ભુવનેશ્વર કુમારે ઈંગ્લેન્ડની ઈંનિગ્સની 13મી ઓવરમાં પાંચમાં બોલ પર જોસ બટલરને હાર્દિક પંડ્યાના હાથમાં કેચ આઉટ કરાવ્યો. આ વિકેટે મેચનો નક્શો બદલી નાખ્યો. જોસ બટલર જેવો ખતરનાક બેટ્સમેન ક્રિઝ પર હોય તો ઈંગ્લેન્ડ માટે આ મેચ જીત એકદમ આસાન થઈ જાત. પણ વિરાટ કોહલીએ આવું થવા દીધુ નહીં. કોહલીએ પોતાની ચાલાક કેપ્ટનસીનો અહીં પરિચય આપ્યો હતો. ભુવનેશ્વર કુમારને બોલિંગ આપવી એ નિર્ણાયક સાબિત થયુ હતું.

બટલરની વિકેટ પડતા ઈગ્લેન્ડ માટે પનોતી શરૂ થઈ

જોસ બટલર 34 બોલમાં 52 રન બનાવીને આઉટ થઈ ગયો. બટલરની આ તોફાની ઈનિગ્સમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા શામેલ છે. આ મેચ અને સીરીઝના પરિણામના હિસાબે બટલરની વિકેટ ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી. બટલર આઉટ થતાં ઈંગ્લેન્ડની રિધમ તૂટી ગઈ હતી અને ભારતીય બોલરોએ આ વાતનો ફાયદો ઉઠાવી લીધો. તથા 20 ઓવરમાં 8 વિકેટ લઈને 188 રન પર રોકી દીધા હતા. તથા આ સીરીઝ પર 3-2થી કબ્જો કરી લીધો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો