Last Updated on March 18, 2021 by
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટી-20 સીરીઝની ચોથી ટૂર્નામેન્ટ અમદવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી-20 સીરીઝમાં વિરાટ બ્રિગેડ 1-2થી પાછળ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા જો આજે મેચ હારી જાય તો, તે સીરિઝ ગુમાવી દેશે. ત્યારે આવા સમયે ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરો જેવી સ્થિતીનું નિર્માણ કરશે. જેમાં ભારતમાં માટે જીતવું ખૂબ જ જરૂરી છે. ચોથી ટી-20 મેચમાં જીત માટે ટીમ ઈન્ડિયાને 4 મોટા કામ કરવા પડશે. તો આવો જાણીએ સીરિઝમાં જીતવા માટે ભારતીય ટીમે શું કરવું પડશે.
1. ટોસ જીતો અને મેચ જીતો
પહેલી 3 ટી-20 ટક્કરમાં ટોસ જીતનારી ટીમ મેચ જીતી છે. પહેલી અને ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને તેને આસાનીથી આ મેચ જીતી લીધી હતી. તો વળી બીજી ટી-20 મેચમાં ભારતે ટોસ જીત્યો અને બાદમાં મેચ પણ પોતાના નામે કરી, અમદાવાદમાં ધીમી પિચ પર ટોસ જીતવું નિર્ણાયત સાબિત થઈ રહ્યુ છે. આ પિચ પર બાદમાં બોલિંગ કરનારી ટીમને હાર મળી રહી છે. ત્યારે આવા સમયે ચોથી ટી-20માં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે.
2. રાહુલની જગ્યાએ ધવનને મોકો
કેએલ રાહુલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝમાં ફ્લોપ શો યથાવત રાખ્યો છે.ટી-20 સીરીઝ પહેલા ત્રણ મેચમાં અત્યાર સુધીમાં સ્કોર 1,0,0 રહ્યો છે. સતત ફ્લોપ રહેવા છતાં રાહુલને કેટલા મોકા આપવામાં આવી રહ્યા છે, જેના પર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આવા સમયે ટીમ મેનેજમેન્ટને કેએલ રાહુલની જગ્યાએ શિખર ધવનને ટીમ ઈંડિયાના પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવો પડશે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ભારતીય ટીમને કેટલીય વાર જીત અપાવી છે.
3. માર્ક વુડ અને જોફ્રા આર્ચર પર પ્રહાર
ભારતીય બેટ્સમેન ઈંગ્લેન્ડ વિરુદ્ધ માર્ક વુડ અને જોફ્રા આર્ચરની સામે નિડરતા દેખાડી રહ્યા છે. માર્ક વુડ અને જોફ્રા આર્ચર સતત શોર્ટ પિચ બોલ પર ભારતના બેટ્સમેનોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે આવા સમયે ટીમ ઈન્ડિયાએ ચોથી ટી 20માં મેચ જીતવી હશે, તો ભારતીય બેટ્સમેનોને વિરાટ કોહલીની માફક માર્ક વુડ અને જોફ્રા આર્ચરની કમર તોડવી પડશે.
4. ફિલ્ડીંગમાં સુધારો
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાની ખરાબ ફિલ્ડીંગ જોવા મળી છે. વિરાટ કોહલી ઉપરાંત ભારતીય ફિલ્ડર્સે રન આઉટના કેટલાય મોકો ખોયા છે. ચોથી ટી-20 મેચમાં જીત માટે ભારતીય ખેલાડીઓને કેચ પકડવા પડશે અને ફિલ્ડીંગમાં પણ સુધારો કરવો પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31