Last Updated on March 26, 2021 by
આપ પણ વિદેશોમાં આવેલા ચકાચક રસ્તાઓ જોઈને વિચારતા હશો, કે કાશ આવા રસ્તાઓ આપણા દેશમાં પણ હોય તો કેવું સારૂ. જો કે, હવે આપને ભારતમાં પણ આવા જ રસ્તાઓનો સુખદ અનુભવ થવાનો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, આગામી ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ પણ અમેરિકા અને યુરોપિયન દેશો જેવા થઈ જશે.
સીઆઈઆઈ દ્વારા દિલ્હીમાં આયોજિત ઈકનોમિક કોન્ક્લેવ 2021માં કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યુ હતું કે, આ વખતે મોદી સરકાર પોતાનો કાર્યકાળ પુરો થતાં પહેલા ભારતના રસ્તાઓે અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો જેવા કરી નાખશે. કેન્દ્ર સરકાર દરરોજ 35 કિમી રસ્તાઓ બનાવી રહ્યા છે. ટૂંક સમયમાં જ દરરોજ 40 કિમી રસ્તાઓ બનાવવાનો ટાર્ગેટ પુરો થશે. કોરોનાકાળમાં પણ સરકારે ટોલ કલેક્શનમાં 10 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધ્યો છે.
રસ્તાઓના ઝડપી નિર્માણ માટે એનએચએઆઈ 1 લાખ કરોડ એકઠા કરશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા એકઠા કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યુ છે. આ પૈસા શેર બજારમાંથી એકઠા કરશે. તેમને ઈંડસ્ટ્રીઝને આ મામલે આગળ આવવા અને રોકાણ કરી લાભ ઉઠાવવાનું પણ કહ્યુ છે. તેનાથી વૃદ્ધિને ગતિ મળશે અને ફંડનો ઉપયોગ માળખાગત સુવિધાઓથી નાણાકીય પોષણ કરવામાં આવશે.
ટોપ પ્લાઝાને વેચાણ અથવા ભાડા પટ્ટે આપીને રકમ એકઠી કરીશું
ઉદ્યોગ મંડળ સીઆઈઆઈને એક વિષય પર આયોજીત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતું કે, એનએચએઆઈ આગામી પાંચ વર્ષમાં ટોલ કલેક્શન ઓપરેશન અને ટ્રાંસફર દ્વારા રસ્તાઓને બજારમાં લાવીને એક લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી રહ્યા છીએ. મંત્રીએ કહ્યુ હતું કે, સંપત્તિને બજારમાં લાવીને વેચાણ અથવા ભાડા પટ્ટે આપીને ઉદ્યોગોની દ્રષ્ટિએ એક સારો એવો અવસર છે. સાથે જ આ પગલુ સરકારના ઢાંચાગત રોકાણ મૂલ્યને કાઢવામાં મદદગાર થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31