GSTV
Gujarat Government Advertisement

ભારે પડશે/ સાઉદી અરબે આ વાતની ના પાડતા જોરદાર જવાબ દેવાના મૂડમાં છે મોદી સરકાર

Last Updated on March 18, 2021 by

સઉદી અરબના ક્રાઉન્સ પ્રિંસ મોહમ્મદ બિન સલમાન સાથે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા સપ્તાહમાં ફોન ઉપર વાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવાનો સંકલ્પ કર્યો છે. પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સની વાત ત્યારે થઈ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને બે રોક કહી દીધું હતું કે, તે સઉદી અરબમાં પોતાની સમકક્ષ એટલે કે કિંગ સલમાન સાથે વાત કરશે. નહીં કે કિંગ સલમાનના પુત્ર કીંગ ક્રાઉન પ્રિંસ સાથે. અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ક્રાઉન પ્રિન્સ સઉદી અરબના રક્ષામંત્રી છે અને તેની સમકક્ષ અમેરિકી રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન છે. જો ક્રાઉન પ્રિન્સને વાત કરવી હશે તો તે રક્ષામંત્રી સાથે વાત કરશે નહીં કે સીધી રાષ્ટ્રપતિ બાઈડેનની સાથે.

બાઈડેનનું આ સ્વરૂપ જણાવે છે કે, સઉદી અરબ સાથે તે સંબંધ નથી જો ટ્રમ્પ કાર્યકાળમાં હતાં. બાઈડેન સઉદી પર લગામ કસવા માગે છે. પરંતુ ભારત માટે સઉદી અરબને લઈને બાઈડેનની તરફથી કોઈ સ્ટેન્ડલેવું સરળ નહીં રહે. મોદી સરકારના કાર્યકાળમાં બંને દેશોના વ્યાપારિક સંબંધો મજબુત બન્યાં છે. સઉદી અરબે કશ્મીર મુદ્દે પણ પાકિસ્તાનનો સાથ ન દઈને અપ્રત્યક્ષરૂપે ભારતની મદદ કરી હતી.

જો કે, વધતા તેલના ભાવોની કિંમતો સઉદી અરબ અને ભારતના સંબંધોમાં તણાવ લાવ્યો છે. વિતેલા મહિને ભારતે સઉદી અરબને તેલનું ઉત્પાદન વધારવા માટે જણાવ્યું હતું. કારણ કે તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કિંમતોમાં ઘટાડો આવી શકે. સઉદી અરબના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અજીજને ભારતે અનુરોધ અંગે પુછ્યું તો તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે, ભારતે વિતેલા વર્ષમાં જે તેલ ખરીદ્યુ હતુ તે તેલને પહેલા વાપરે. સઉદીનું આ નિવેદન ભારત માટે મોટો ઝટકો હતો. ભારતે ઈરાન પાસેથી લેવાનું બંધ કરીને સઉદી પાસે માગ વધારી દીધી હતી. તેવામાં ભારતને આશા હતી કે, સઉદી મોટા ખરીદદારના રૂપમાં ભારતને થોડી છુટછાટ આપશે.

રોયટર્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર ખાડીના દેશોમાં તેલની નિર્ભરતા ઓછી કરવા ઉપર ગંભીરતાથઈ વિચાર કરી રહી છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મૈંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ મે મહિનામાં 1.8 કરોડ બેરલ તેલનું ઉત્પાદન વધારવા ઉપર કામ કરી રહી છે.

ભારતમાં દરરોજ 50 લાખ બેરલ તેલની રિફાઈનરીની ક્ષમતા છે અને તેના પર સરકારી કંપનીઓનું 60 ટકા નિયંત્રણ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની સરકારી કંપનીઓ એક મહિનામાં એક કરોડ 48 લાખ બેરલ તેલની આયાત કરે છે. તેલની વધતી કિંમતોને જોતા ભારતના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેલ ઉત્પાદક દેશો ઓપેલ અને ઓપેક પ્લસને કહ્યું હતું કે તે તેલ ઉત્પાદની સીમા પૂર્ણ કરી કારણ કે તેલના ભાવો નિયંત્રણમાં રહે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, સઉદી અરબ પોતે જ તેલ ઉત્પાદનમાં મોટો કાપ મુકી રહી છે. જેના કારણે વૈશ્વિક કિંમતો વધી રહી છે. ઓપેક પ્લસે પણ એપ્રિલ સુધી તેલ ઉત્પાદનમાં કાપ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સઉદીનું કહેવું છે કે, ભારતે રણનિતી માટે જે તેલને સુરક્ષિત રાખ્યું છે પહેલા તેનો ઉપયોગ કરે. તે બાદ ભારતે નિર્ણય લીધો છે કે, હવે તેલ આયાતના કિસ્સામાં મધ્યપૂર્વ ઉપર નિર્ભરતા ઓછી કરવામાં આવશે. રોયટર્સના જણાવ્યા પ્રમાણે કંપનીઓ મે મહીનાથી તેના ઉપર અમલ કરવાની છે.

જો કે, સઉદી અરબે એપ્રિલ મહિના માટે એશિયાઈ રિફાઈનરીમાં તેલ આપૂર્તિમાં કાપ મુક્યો છે. પરંતુ ભારતની સાથે એવું નથી કર્યું. પરંતુ સઉદી અરબે ભારતને વધારે આપૂર્તિની માગને નકારી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં મધ્યપૂર્વથી ભારતનું તેલ આયાત છેલ્લા 22 મહિનાના સૌથી નીચલા સ્તર ઉપર આવી ગયું છે.

ફેબ્રુઆરીમાં અમેરિકા ભારતના ઈરાક બાદ બીજા સૌથી મોટા તેલ આપૂર્તિકર્તા બનીને ઉભરી રહ્યું છે. આ પહેલા સઉદી હંમેશા પહેલા કે બીજા નંબર ઉપર રહેતું હતું. જે હવે ગગડીને ચોથા નંબર ઉપર આવી ગયું છે. આવુ જાન્યુઆરી 2006 બાદ પહેલી વખત થયું છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો