GSTV
Gujarat Government Advertisement

નોકરી: ધોરણ 10 પાસ માટે ઈન્ડિયન પોસ્ટમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફોર્મ ન ભર્યુ હોય તો આ છે અંતિમ મોકો

Last Updated on February 25, 2021 by

ભારતીય પોસ્ટ વિભાગમાં ગ્રામિણ પોસ્ટ સેવક પદ પર ભરતીઓ થવા જઈ રહી છે. પોસ્ટ વિભાગ દિલ્હી, આંધ્રપ્રદેશ અને તેલંગણા સર્કલમાં જીડીએલના કુલ 3679 પદ પર ભરતી કરાશે. આ ભરતી માટે નોટિફિકેશન જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવ્યુ હતું. આ પદ પર અરજી કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ અંતિમ દિવસ હતો. જે ઉમેદવારોએ હજૂ સુધી અરજી નથી કરી તેમના ઉત્તમ મોકો આવ્યો છે. હવે તે https://appost.in/gdsonline/Home.aspx જઈને ફોર્મ ભરી શકશે.

જણાવી દઈએ કે, નિર્ધારિત તારીખ બાદ ફોર્મ રદ થઈ જશે. ગ્રામિણ પોસ્ટ સેવકની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવુ ફરજિયાત છે. સાથે જ સ્થાનિક ભાષામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ પદ માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

કેવી રીતે કરશો અરજી

યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર સૌથી પહેલા જીડીએસ પોર્ટલ https://appost.in/gdsonline/Home.aspx પર જવાનું રહેશે. જ્યાં રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરી ત્યાં માગેલી વિગતો ભરીને સબમિટ કરો. ત્યાર બાદ ફી ભરવાની રહેશે. ઉમેદવારો ફોર્મ સબમિટ કરતા પહેલા તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો