Last Updated on February 24, 2021 by
સરહદ પર પહેલા તનાવ વધાર્યા બાદ હવે ચીને અચાનક મિત્રતા દેખાડવા માંડી છે. ચીનના બદલાયેલા તેવર આશ્ચર્યજનક છે. ચીને હવે ભારતમાં બ્રિક્સ દેશોનું સંમેલન યોજવા માટે સમર્થન જાહેર કર્યુ છે. જો આગામી મહિનાઓમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સંમલેનમાં ભાગ લેવા માટે ભારત પણ આવી શકે છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત પણ થાય તેવી શક્યતા છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીન બ્રિક્સ સંગઠનને બહુ મહત્વ આવે છે અને તે બ્રિક્સના દેશો વચ્ચે સહયોગને વધારે મજબૂત બનાવવા માંગે છે. ભારતમાં આ વર્ષે બ્રિક્સનું સંમેલન યોજાય તેનું ચીન સમર્થન કરે છે.
ચીન અર્થતંત્ર, રાજનીતિ અને માનવતાની પહેલને વધારે મજબૂત કરવા માંગે છે. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે બ્રિક્સ વિશ્વમાં ઉભરતું બજાર ધરાવતા અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ કરવા માટેનુ સંગઠન છે. બ્રિકસ દેશો વચ્ચેની એકતા છેલ્લા કેટલાક વર્ષથી વધી રહી છે અને તેનો પ્રભાવ પણ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિકસમાં જોડાયેલા દેશોમાં ભારત, ચીન, સાઉથ આફ્રિકા , રશિયા અને બ્રાઝિલનો સમાવશ થાય છે. આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે અને આ વર્ષનું સંમેલન ભારતમાં યોજાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31