Last Updated on March 19, 2021 by
ભારતે ચોથી ટી-૨૦માં ઇંગ્લેન્ડને ૮ રને હરાવીને શ્રેણી વિજયની આશા જીવંત રાખી છે. ભારતના ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૫ રનના જવાબ સામે ઇંગ્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૭ રન જ કરી શકી હતી. ભારત તરફથી પંડયાએ ચાર ઓવરમાં ફક્ત ૧૪ રન આપી બે વિકેટ ઝડપતા તથા શાર્દુલ ઠાકુર અને ચહરે બે-બે અને ભુવનેશ્વરે એક વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોય અને બેન સ્ટોક્સને બાદ કરતાં કોઈ ખાસ પ્રદાન આપી શક્યુ ન હતું. સ્ટોક્સ અને મોર્ગન સળંગ બે બોલમાં આઉટ થતાં ઇંગ્લેન્ડના વિજયની આશાનો અંત આવી ગયો હતો.
આર્ચરે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો
ભારતીય બેટ્સમેનો વૂડ અને આર્ચર સામે ફરીથી નિષ્ફળ ગયા હતા. આર્ચરે ચાર ઓવરમાં ૩૩ રન આપી ચાર વિકેટ ઝડપી કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વૂડે ચાર ઓવરમાં ૨૫ રન આપી એક વિકેટ ઝડપી હતી. બંનેની આઠ ઓવરમાં ૫૮ રન ગયા હતા. આમ ભારતે આ બંને બોલરો સિવાયની બાકીની ૧૨ ઓવરમાં ૧૨૬ રન લીધા હતા.
કોહલી રશીદ સામે ફરીથી નિષ્ફળ
વિરાટ કોહલી માટે ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર રશીદ સ્ટ્રાઇક બોલર બનીને આવ્યો હયો તેવી સ્થિતિ છે. કોહલી આ સિરીઝમાં ચારમાંથી બે વખત કોહલી આઉટ થયો છે અને બંને વખત તેને રશીદે જ આઉટ કરવામાં સફળતા મેળવી છે. આમ કોહલી માટે રશીદ જાણે એક મોટો કોયડો બનીને આવ્યો છે.
ઓપનરનું ખરાબ ફોર્મ જારી
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી૨૦માં ભારતના ઓપનરો ફરીથી નિષ્ફળ ગયા હતા. ભારતે પહેલી વિકેટ ૨૧ રને જ રોહિત શર્માના સ્વરુપમાં ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ૧૨ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૨ જ રન કરી શક્યો હતો. જ્યારે રાહુલે આ સિરીઝમાં પહેલી વખત ડબલ ફિગર પર પહોંચતા ૧૭ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૪ રન કર્યા હતા.
સૂર્યકુમાર યાદવે કારકિર્દીની પ્રથમ ઇનિંગમાં જ અડધી સદી ફટકારી
પ્રથમ ઇનિંગ જ રમી રહેલા સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતાં ૩૧ બોલમાં ૩ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૫૭ રન કર્યા હતા. તેની વિસ્ફોટક બેટિંગે ભારતના સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. તેણે ૧૭૮ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આમ બીજી મેચમાં ઇશાન કિશન પછી ચોથી મેચમાં સૂર્યકુમારની બેટિંગે ભારત માટે રંગ રાખ્યો હતો. સૂર્યકુમારે ૧૮૩.૮૭ના સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી હતી. તે પહેલી જ ટી૨૦માં હાફ સેન્ચુરી કરનારો ભારતનો પાંચમો ખેલાડી બન્યો હતો. અગાઉ રહાણે અને ઇશાન કિશન આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે.
ઐયરે ફરીથી ઉપયોગિતા પુરવાર કરી
નીચલા ક્રમે ઉતરેલા ઐયરે ફરીથી શાનદાર બેટિંગ કરતા તેની ઉપયોગિતા પુરવાર કરી હતી. તેણે ફક્ત ૧૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૭ રન કર્યા હતા. આમ તેણે ૨૦૫.૫૬ના સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31