GSTV
Gujarat Government Advertisement

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થશે નિયંત્રિત? કેન્દ્ર સરકારે આ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા આદેશ આપ્યા

પેટ્રોલ-ડીઝલ

Last Updated on April 9, 2021 by

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા અને સાઉદી અરબની મનમાનીથી બચવા માટે કેન્દ્ર સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાત કરનાર દેશ છે.

પેટ્રોલ-ડીઝલ

સાઉદી અરબની ‘અનડિપ્લોમેસી’

મોદી સરકારે સાઉદી અરબ પાસેથી ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારવા માટ વિનંતી કરી હતી, જેથી તેની માંગમાં ઘટાડો લાવી શકાય અને ભાવ ઓછો થાય. અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતુ કે ક્રૂડ ઓઇલના ઉંચા ભાવ વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા માટે કોવિડ-19 પછીની સ્થિતિમાંથી બહાર આવવામાં અવરોધક છે. તેના પર સાઉદી અરબના પેટ્રોલિયમ મંત્રી પ્રિન્સ અબ્દુલ અજીજ બિન સલમાને ભારતને સલાહ આપી હતી કે 2020માં જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ઓછો હતો, ત્યારે ભારતે ખરીદેલા ઓઇલનો ઉપયોગ કરવો જોઇએ. પ્રધાને તેમના આ જવાબને ‘અનડિપ્લોમેટિક’ ગણાવ્યો હતો.

અમેરિકા, આફ્રિકા પાસેથી ખરીદી વધારશે ભારત

આ વચ્ચે સરકારે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓને અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદ વધારવા માટે જણાવ્યું છે અને સાઉદી અરબ પર કાચા તેલની નિર્ભરતાને એક તૃતિયાંસ ઓછું કરવાનું જણાવ્યું છે. રિપોર્ટ મુજબ સરકારી ઓઇલ કંપનીઓ દર મહિને સાઉદી અરબને સરેરાશ 1.48 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનો ઓર્ડર આપે છે. પરંતુ આ વખતે 95 લાખ બેરલ જ ઓર્ડર કર્યો છે.

પેટ્રોલ-ડીઝલ

બ્રાઝિલ, ગુયાના, નોર્વે પાસેથી પણ ક્રૂડ લાવવાનો વિચાર

રિપોર્ટ મુજબ સાઉદી અરબ પાસેથી તેલ આયાતમાં ઘટાડા પછી દેશમાં ઉભી થનારી અછતને પૂરી કરવા માટે બ્રાઝિલ પાસેથી ટૂપી ગ્રેડ, ગુયાના પાસેથી લિજા અને નોર્વે પાસેથી જોહન સ્વેરડ્રપ ક્રૂડ ઓઇલ લાવવાની સંભાવના પર પણ વિચાર થઇ રહ્યો છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલને લઇ હાહાકાર

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તેના ઉચ્ચતમ સ્તરે છે. છેલ્લા સાડા ચાર મહિના દરમિયાન કાચા તેલના ભાવ 80 ટકા વધી 70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ મોદી સરકાર વિપક્ષના નિશાના પર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો