GSTV
Gujarat Government Advertisement

ભારત-પાકિસ્તાન ફરી ટકરાઈ શકે છે ક્રિકેટના મેદાનમાં, જુલાઈમાં ટી-20 સિરીઝ રમાય તેવી શક્યતા

Last Updated on March 26, 2021 by

ભારત અને પાકિસ્તાન આ વર્ષે ટૂંકી દ્વિપક્ષીય ટી-૨૦ સિરીઝ રમી શકે છે. બંને દેશ વચ્ચે ગયા મહિને સરહદ પર યુદ્ધવિરામ થયા પછી આ દિશામાં ચક્રો ગતિમાન થયા છે. બંને દેશ વચ્ચે સરહદે શાંતિ સ્થપાયા પછી સિંધુ જળવિવાદ અંગે પણ બંને દેશ વચ્ચે બેઠક યોજાઈ રહી છે. લાંબા સમય પછી આ બેઠક યોજાઈ રહી છે. આમ રાજકીય વાતાવરણ સુધરતા ક્રિકેટ સંબંધોમાં પણ સુધારો થવાનો પ્રારંભ થઈ શકે છે, એમ પાકિસ્તાન અખબાર જંગે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

ક્રિકેટ

જો આ સિરીઝ રમાશે તો બંને દેશ વચ્ચે ૨૦૧૨-૧૩ પછીની પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ હશે. તે સમયે પણ પાકિસ્તાનની ટીમ ભારત આવી ટી-૨૦ અને વન-ડે સિરીઝ રમી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને ટાંકીને ત્યાંના અખબારે જણાવ્યું છે કે તેઓને ટૂંકી દ્વિપક્ષીય શ્રેણી માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. જો કે ભારત તરફથી હજી સુધી આ શ્રેણી માટે કોઈપણ પ્રકારની પ્રતિબદ્ધતા દર્શાવાઈ નથી. પીસીબીના અધિકારીએ પણ જણાવ્યું હતું કે તેમની હજી સુધી ભારતના કોઈપણ હોદ્દેદાર સાથે વાત થઈ નથી. છતાં પણ આ પ્રકારના સંકેતો મળી રહ્યા છે. અમને આ સિરીઝ માટે તૈયાર રહેવા કહેવાયું છે.

આમ બંને દેશ વચ્ચેનું રાજકીય વાતાવરણ સુધરી જાય તો આગામી વર્ષે રમાનારી આઇપીએલમાં પણ પાકિસ્તાનના ક્રિકેટરોને તક મળી શકે છે. આ પહેલા ૨૦૦૮માં પાકિસ્તાનના ૧૨ ક્રિકેટરો આઇપીએલમાં રમ્યા હતા. તેના પછી તેઓ રમી શક્યા નથી.

રસપ્રદ વાત એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરીઝ વખતે જણાવ્યું હતું કે તેમને બોર્ડ દ્વારા કહેવાયું છે કે આ વર્ષે બીજી કેટલીક ટી-૨૦ સિરીઝ યોજાઈ શકે છે. જો કે ભારત અને પાકિસ્તાન બંને દેશોના ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે તેઓને બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો શરુ થવા અંગે કોઈ જાણકારી નથી

ટોચના ભારતીય ક્રિકેટ અધિકારીએ પણ જણાવ્યું હતું કે અમને આ બાબતની કોઈ જાણકારી નથી. પાકિસ્તાનના જિયો ટીવીના પ્રવક્તાએ પીસીબીના ચેરમેન એહસાન માનીને ટાંકીને જણાવ્યું હતું કે તેઓએ તેમના ભારતીય સમકક્ષ સાથે વાત કરી ત્યારે બંને દેશ દ્વિપક્ષીય શ્રેણીની વાત સુદ્ધા થઈ ન હતી. પાકિસ્તાનના સૂત્રએ જણાવ્યું હતું કે આ શ્રેણી નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા રમાઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ જુનમાં ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમ્યા પછી એક મહિનો ફ્રી છે, તે સમયગાળા દરમિયાન આ શ્રેણી યોજાઈ શકે છે. ભારતીય ટીમ આ ઉપરાંત ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા પણ મહિનો મુક્ત છે ત્યારે પણ આ શ્રેણી યોજાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો