Last Updated on March 23, 2021 by
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઈને મંગળવારે થયેલા વોટિંગથી ભારત દુર રહ્યું હતું. જો કે, UNHRCમાં શ્રીલંકાના માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા ઉપર લાવવામાં આવેલા પ્રસ્તાવને કુલ 47 સદસ્ય દેશોમાંથી 22નું સમર્થન મળ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકા સામે આ પ્રસ્તાવને સ્વિકારવામાં આવ્યોછે. ઉલ્લેખનીય વાત એ છે કે શ્રીલંકા માટે આ એક મોટો ઝટકો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના આ નિર્ણયને લઈને વિપરીત સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ચીન, પાકિસ્તાન અને રશીયાએ શ્રીલંકાના પક્ષમાં વોટ કર્યો છે. આ વોટિંગને લઈને શ્રીલંકાએ ભારત સાથે પહેલા સંપર્ક કર્યું હતું. પરંતુ ભારત તરફથી કોઈ ઠોસ જવાબ નથી આપવામાં આવ્યો. પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારત વચ્ચેનો રસ્તો અપનાવશે અને મતદાનમાં ભાગ નહીં લે. અત્યારે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. અને શ્રીલંકામાં તમિલોનો મુદ્દો ભારતની ચૂંટણીમાં ચર્ચાનો વિષય છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાસ થયેલા પ્રસ્તાવની સામે વોટ કરે તો બીજી તરફ તમિલ નેશનલ એલાયન્સને ભારત પાસે પ્રસ્તાવને સમર્થનની માગ કરી હતી. તમિલ નેશનલ એલાયન્સ જ ઉત્તરી અને પૂર્વી શ્રીલંકાના ગૃહ યુદ્ધથી પ્રભાવિત તમિલોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. શ્રીલંકાની સરકારે પહેલા જ કહી દીધું હતું કે, ભારતે આ પ્રસ્તાવની સામે મતદાન કરવા માટે આશ્વાસન આપ્યું છે. જો કે ભારત તરફથી કોઈ ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી નથી.
પૂર્વ નાણામંત્રી પી.ચીદંબરે ત્રણ દિવસ પહેલા જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતમાં તમિલોન સમર્થન સામે શ્રીલંકા વિરૂદ્ધ મતદાન કરવું જોઈએ. ચિદંબરમ તમિલનાડુના છે પરંતુ તે હાલમાં સત્તાની બહાર છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વોટિંગથી બહાર રહેવા ઉપર મોદી સરકારને આડે હાથ લીધી હતી. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોદી સરકારને વૈશ્વિક સ્તર ઉપર સૌથી વધારે વેચાતુ પુસ્તક. કેવી રીતે પોતાના દોસ્તોને ખોઈ અને દુશ્મનોને વધારી રહ્યાં છે. આ પુસ્તક અમેરિકાના લેખક ડેલ કૉર્નિગીની છે. હાઈ ટુ વિન ફ્રેન્ડ એન્ડ ઈન્ફ્લુઅન્સ ધ પીપલ ના જબાવ હશે. આપણે નેપાલ, ભૂટાન, શ્રીલંકાને ગુમાવી દીધા અને ચીન, પાકિસ્તાનને પ્રોત્સાહન આપ્યું.
Modi’s govt should write a book a global best seller: “How to lose friends and encourage enemies” to counter Dale Carnegie’s “How to win friends and influence the people”. We have lost Nepal, Bhutan, Sri Lanka and encouraged China[Depsang] and Pakistan[Army joint exercise]
— Subramanian Swamy (@Swamy39) March 23, 2021
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં થયેલા મતદાન પહેલા ભારતીય પ્રતિનિધિદળના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શ્રીલંકામાં માનવાધિકારના સવાલોને લઈને ભારતે પોતાના વિચારો બે વાતો ઉપર આધારિત છે. એક શ્રીલંકામાં તમિલોંની બરાબરી, ન્યાય, ગરિમા અને શાંતિ માટે સમર્થન અને બીજું શ્રીલંકાની એકતા, સ્થિરતા અને ક્ષેત્રીય અખંડતાને સુનિશ્ચિત કરવાનું છે. અમારૂ હંમેશાથી આ માનવું છે કે, બંને લક્ષ્ય એક બીજા સાથે જોડાયેલા છે અને આ બંનેની એક સાથે પૂર્તિની સાથે જ શ્રીલંકાની પ્રગતિ સુનિશ્ચિત થશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત આંતરરાષ્ટ્રી સમુદાયની આ માગનુ સમર્થન કરે છે. શ્રીલંકાની સરકાર પાસે 13માં સંવિધાન પ્રમાણે પ્રાંતિય પરિષદોની ચૂંટણી કરાવી અને તેના સૂચારૂ રૂપથી કામ કરવાને લઈને પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરે. ભારતે કહ્યું કે, શ્રીલંકા તમિલોની મહત્વકાંક્ષાને ઓળખે અને જરૂરી આબાદીની સાથે તમામ નાગરિકોના માનવાધિકારોને પણ સુનિશ્ચિત કરે.
આ પ્રસ્તાવની સામે કુલ 11 દેશોએ મતદાન કર્યું હતું. ચીન અને પાકિસ્તાને પણ શ્રીલંકાની સરકારના સમર્થન દેતા પ્રસ્તાવની સામે વોટિંગ કર્યું હતું. ભારત સહિત 14 દેશો મતદાન સમયે ઉપસ્થિત રહ્યાં ન હતાં. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 46માં સત્રમાં શ્રીલંકાને લઈને આવેલા પ્રસ્તાવમાં ઈ-વોટિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે આ સત્રનું આયોજન પણ વર્ચુઅલ કરવામાં આવ્યું હતું.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31