GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી: આ ઉમેદવાર ઘરે ઘરે હેલીકોપ્ટર, દરેકને 3 માળનું મકાન આપશે, 100 દિવસ સુધી ચાંદ પર લઈ જવાની કરી જાહેરાત

Last Updated on March 25, 2021 by

તમિલનાડૂમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેટલીય રાજકીય પાર્ટીઓ મતદારોને લલચાવવા માટે મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે. ક્યાં મફતમાં વસ્તુઓ પણ આપી રહ્યા છે. કેટલીય પાર્ટી જીત બાદ સોનું, મોબાઈલ ફોન, ટીવી, પંખા, મિક્સર, વોશિંગ મશીન, ગેસ સિલેન્ડર અને કુકર આપવાનું વચન આપી ચુક્યા છે. ત્યારે હવે મદુરાઈની સાઉથ સીટથી એક અપક્ષ ઉમેદવાર લોકોને ચાંદ પર લઈ જવાનું વચન આપી રહ્યા છે.

અપક્ષ ઉમેદવારે કર્યા મોટા વાયદા

મદુરાઈ સાઉથ સીટથી એક અપક્ષ ઉમેદવાર આર. સર્વાનને તમામ લોકોને આઈફોન, સ્વિમીંગ પૂલની સાથે સાથે 3 માળનું ઘર, દરેક ઘરને 1 કરોડ રૂપિયા, 20 લાખ રૂપિયાની કાર, દરેક ઘર માટે નાના આકારના હેલિકોપ્ટર, ઘરે કામ કરવા માટે રોબોટ, યંગ એંટરપ્રેન્યોર માટે 1 કરોડનું ફંડ, દિવ્યાંગ માટે દર મહિને 10 લાખ રૂપિયા, તથા દરેક ઘરે એક હોડી આપવાની જાહેરાત કરી છે.

ચાંદ પર 100 દિવસની યાત્રા

આર. સર્વાનને 100 દિવસ ચાંદ પર લઈ જવાની પણ જાહેરાત કરી છે. આ વિસ્તારને ઠંડો રાખવા માટે 300 ફૂટ ઉંચો કૃત્રિમ બરફથી ઢંકાયેલા પહાડ, અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર, રોકેટ લોન્ચિંગ ફેસિલિટીની જાહેરાત કરી છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારે યુવતીના લગ્ન સમયે 800 ગ્રામ સોનું આપવાની પણ જાહેરાત કરી છે.

આવી મોટી મોટી જાહેરાત પાછળ શું કહેવુ છે ઉમેદવારનું


આર સર્વાનને મોટી મોટી જાહેરાત કરતા પોસ્ટરો શહેરોમાં લગાવ્યા છે. જ્યારે આ અંગે તેની સાથે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યુ. તે જણાવે છે કે, મેનસ્ટ્રીમ પાર્ટીઓ સત્તામાં આવ્યા બાદ જનતા સાથે કરેલા વાયદા ભૂલી જાય છે. પોતે આપેલા વચન પુરા કરી શકતા નથી. અફસોસની વાત એ છે કે, લોકો આવી રીતે મફતના ચક્કરમાં આવીને ફસાઈ જાય છે. ત્યારે હવે લોકોને જાગૃત કરવા માટે આવા ચક્કરમાં ફસાઈ નહીં તેના માટે મેં આવી જાહેરાત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો