GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટ/ કોહલીએ આ રેકોર્ડમાં ગ્રીમ સ્મિથને પછાડ્યો, આ રેકોર્ડમાં બની ગયો 5માં ક્રમાંકનો કેપ્ટન

Last Updated on March 26, 2021 by

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે. વિરાટે બહુ ઓછા સમયમાં બેટિંગના અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે.

ગ્રીમ સ્મિથને પછાડ્યો કોહલીએ

ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં વિરાટ જ્યારે બેટિંગ માટે ઉતરીને કેપ્ટન તરીકે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં કોહલી 41 રન બનાવવામાં સફળ થતાં તેણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડી દીધો છે.

5મા નંબરે આવી ગયો કોહલી

વિરાટ કોહલીએ વનડે મેચમાં કેપ્ટન તરીકે આજની મેચ પહેલાં અત્યાર સુધીમાં 5,376 રન બનાવ્યા છે. આ મેચમાં વિરાટ 41 રન કરે તો તે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથને પછાડીને વનડેમાં સૌથી વધુ રન બનાવનારા કેપ્ટનની યાદીમાં 5મા ક્રમે આવી ગયો છે. આજે કોહલીએ 66 રન ફટકાર્યા છે. સ્મિથે કેપ્ટન તરીકે વનડેમાં 5,416 રન બનાવેલા છે.

કેપ્ટન તરીકે સૌથી વધુ વનડે રન બનાવનારા બેટ્સમેન

  1. રિકી પોન્ટિંગ- 230 મેચમાં 8,497 રન
  2. મહેન્દ્ર સિંહ ધોની- 200 મેચમાં 6,641 રન
  3. સ્ટીફન ફ્લેમિંગ- 218 મેચમાં 6,295 રન
  4. અર્જુન રણતુંગા- 193 મેચમાં 5,608 રન
  5. ગ્રીમ સ્મિથ- 150 મેચમાં 5,416 રન
  6. વિરાટ કોહલી- 93 મેચમાં 5,376 રન

રિકી પોન્ટિંગ ટોપ પર

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ કેપ્ટન તરીકે સૌથી વધુ વનડે રન બનાવનારા બેટ્સમેન છે. રિકીએ કેપ્ટન તરીકે 230 વનડે મેચોમાં 8,497 રન બનાવેલા છે. કેપ્ટન તરીકે સૌથી વધુ વનડે રન બનાવવામાં રિકી બાદ મહેન્દ્ર સિંહ ધોનીનો નંબર આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો