GSTV
Gujarat Government Advertisement

ઇંગ્લેન્ડ સામે બીજી વન-ડેમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયર પર સસ્પેન્સ, આ 2 બોલર્સ લઇ શકે છે જગ્યા

Last Updated on March 24, 2021 by

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને 2 મોટા આંચકા લાગ્યા છે. સ્ટાર ઓપનર રોહિત શર્મા અને મિડલ ઓર્ડરના ખેલાડી શ્રેયસ ઐયર બંને ઈજાગ્રસ્ત થયા છે. પહેલા વન-ડેમાં ભારતની ઇનિંગ દરમ્યાન પાંચમા ઓવરમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની બોલથી રોહિતને કોણીમાં ઇજા થઇ હતી.

વન-ડે

રોહિત-શ્રેયસ થયા ઈજાગ્રસ્ત

બોલ વાગતાની સાથે જ રોહિતના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઇજા થવા છતાં રોહિતે મેદાન ન છોડ્યું અને સતત બેટિંગ કરતો રહ્યો. ત્યારબાદ, રોહિત શર્મા ફિલ્ડિંગ માટે નહોતો આવ્યો. રોહિત શર્મા ઉપરાંત મિડલ ઓર્ડર ખેલાડી શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ફિલ્ડિંગ દરમ્યાન ઇજા થઇ હતી. જેને કારણે તેમનું આ વર્ષે આઇપીએલ રમવું પણ લગભગ અશક્ય લાગે છે. જો, વન દે સિરીઝના બાકીની બે મેચમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયર નથી રમતા તો બંને 2 ભારતીય ખેલાડીઓ તેમને રિપ્લેસ કરશે. તો જોઈએ કોણ છે આ ખેલાડીઓ જે તેમની જગ્યા લેશે.

રોહિત શર્માની જગ્યાએ આવશે શુભમન ગિલ

જો રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની બાકીને બે મેચોમાં નથી રમી શકતો તો તેમની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમ 11માં સ્થાન આપવામાં આવશે. જોકે, શુભમન ગિલનું ફોર્મ સારું નથી. છતાં ટીમ મેનેજમેન્ટ તેમને વધુ એક તક આપી શકે છે, શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધી 3 વનડે મેચ રમ્યો છે. જેમાં તેણે 49 રન બનાવ્યા છે.

શ્રેયસ ઐયરની જગ્યા લેશે સુર્યકુમાર યાદવ

સુર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડ સામેની ટી 20 સિરીઝમાં વિસ્ફોટક બેટિંગ કરી બધાને પોતાના ફેન બનાવી લીધા હતા. શ્રેયસ ઐયર ના ન રમવા પર સુર્યકુમાર યાદવને નંબર 4 બેટિંગ ઓર્ડર પર પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન પસંદ કરવામાં આવી શકે છે. સુર્યકુમાર યાદવ પાસે મેદાનમાં ચારે બાજુ શોટ્સ મારવાની આવડત છે. જણાવી દઈએ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ 24 માર્ચના રોજ પુણેમાં રમાશે. ભારતે પહેલી મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલી વનડેમાં ભારતે ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો