Last Updated on March 4, 2021 by
એક્ટ્રેસ તાપસી પન્નુ અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને, મધુ મંટેનાના સ્થળો પર આવકવેરા વિભાગની કાર્યવાહી સતત બીજા દિવસ ચાલી રહી છે આ તમામ પર ટેક્સ ચોરીની શંકા છે. તાપસી અને અનુરાગના ઘરની સાથે ઓફિસના સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગના ઓફિસરોએ ઓફિસમાંથી 3 લેપટોપ અને 4 કોમ્પ્યૂટર કબજે કર્યા છે. હાલ તાપસીનું કામ જોકી કંપની KRI એન્ટરટેનમેન્ટની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
આ કંપનીઓ પણ આઈટી વિભાગની ઝપટે ચડી
સૂત્રોએ જણાવ્યું કે, KRI એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ વચ્ચે નાણાંકીય લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. આ મામલે ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ, Kwan ટેલેન્ટ હંટ કંપની અને એક્સિડ કંપનીના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આજે IT ઓફિસરોએ અનુરાગ કશ્યપ (Anurag Kashyap), તાપસી પન્નૂ (Taapsee Pannu) નું નિવેદન નોંધ્યું છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ (Income Tax) વિભાગે કેટલાક લોકર્સ પર પાબંધી લગાવી દીધી છે.
આ મામલે તપાસ શરૂ થઈ
તાપસી પન્નૂ (Taapsee Pannu) એ પોતાના ઘરનું ઇન્ટીરિયર ડિઝાઇન અને ડેકોર કરાવ્યું હતું. તેનું પેમેંટ પણ આ કંપનીના ખાતામાંથી કરવામાં આવ્યું. આ મામલાના લીધે આ તપાસ શરૂ થઇ છે, જે હવે વર્ષ 2011થી હાલ ઇનકમ રિટર્ન સુધી પહોંચી ગઇ છે. ઇનકમ ટેક્સને આ વાતની જાણકારી મળી છે કે કંપનીનો પ્રોફિટ છુપાવવા માટે કંપનીને બંધ કરી દેવામાં આવી છે
હોટલના રૂમમાં થઈ પુછપરછ
આ દરોડા હેઠળ 3 દિવસ સુધી કાર્યવાહી ચાલતી રહેશે. એક અહેવાલ અનુસાર, અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની બુઘવારે પુણેમાં પૂછપરછ કરવામાં આવી હતી. એવું મનાય છે કે, તેમની પુણેની એક હોટલના રૂમમાં પૂછપરછ કરવામાં આવી હતી. જોકે આ અંગે સત્તાવાર પૃષ્ટિ થઈ નથી. આ રેડનું કારણ અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ તાજેતરમાં જ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. અનુરાગે 16 કરોડ રૂપિયા ઘર ખરીદવામાં રોક્યા છે. આ ઘરને ઘરીદવામાં મોટી રકમ તે કંપનીના એકાઉન્ટમાંથી આપવામાં આવી, જે કંપની હવે બંધ કરી દેવામાં આવી છે. ડિજિટલ ડેટા દ્રારા સામે આવ્યું છે કે ટેક્સના મામલે મોટી ગરબડી હતી. ઇનકમ ટેક્સ વિભાગ દ્રારા હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31