Last Updated on April 1, 2021 by
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કેંલેન્ડર વર્ષ 2021 જાહેર કરવામાં આવ્યું છે. નાણાકીય પ્રમાણે આ કેલેન્ડર ઘણું મહત્વપૂર્ણ હોય છે. આજથી નવા નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆત થઈ ચુકી છે. 2 એપ્રીલના રોજ ગુડફ્રાઈડેની રજા છે. 21 એપ્રીલના રોજ રામનવમીની રજા છે અને 25 એપ્રીલના રોજ રવિવારની સાથે સાથે મહાવીર જયંતિની રજા છે.
મે મહિનામાં 14 તારીખ અને 25 તારીખના રોજ ઈદ-ઉલ-ફિતુર અને બુદ્ધ પૂર્ણિમાની રજા છે. 15 મે માર્ચ ત્રિમાસિક માટે ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS માટે ત્રિમાસીક સ્ટેટમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ છે. 31 મે નાણાકીય વર્ષ 2020-21 હેઠળ સેક્શન 285બીએ હેઠળ ફાઈનાન્સીયલ ટ્રાંજેક્શન સ્ટેટમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ છે.
જૂનના મહિનામાં ઘણા કામો માટે મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2021-22 માટે એડવાંસ ટેક્સનો પહેલો હપ્તો જમા કરાવવાની ડેડલાઈન 15 જૂન છે. તે સિવાય અસેસમેન્ટ વર્ષ 2021-22 માટે એમ્પલોઈ ટીડીએસ સર્ટીફિકેટ કે ફોર્મ 16 દેવાની છેલ્લી તારીખ છે. તે સિવાય 31 માર્ચના રોજ પૂર્ણ ત્રિમાસીક માટે ક્વાર્ટરલી ટીડીએસ સર્ટીફિકેટ જમા કરાવવાની તે છેલ્લી તારીખ છે.
21 જુલાઈના રોજ ઈદ-ઉલ-જુહા (બકરીઈદ)ની રજા છે. 30 જૂનના રોજ સમાપ્ત થઈ રહેલા ત્રિમાસીક માટે 15 જુલાઈ ટીસીએસ સ્ટેટમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ છે. 30 જૂલાઈ ટીસીએસ સર્ટીફિકેટ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ છે. 31 જૂલાઈ-જૂન ત્રિમાસિક માટે ટીડીએસ ડિપોઝીટ જમા કરાવવાની છેલ્લી તારીખ છે. તે સિવાય નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ છે. જો કે તે કોર્પોરેટ ટેક્સપેયર છે કે પછી કોઈ એકાઉન્ટને ઓડિટની જરૂરત છે તો તેની પાસે આગળ પણ તક છે.
15 ઓગસ્ટના રોજ સ્વાતંત્રતા દિવસની રજા છે. 19 ઓગસ્ટના રોજ મુહર્રમ છે અને 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની રજા છે. તે સિવાય 15 ઓગસ્ટ જૂન ત્રિમાસિક માટે ટીડીએસ સર્ટિફિકેટ જમા કરવાની છેલ્લી તારીખ છે.
15 સપ્ટેબર નાણાકીય વર્ષ 2021-22 માટે એડવાન્સ ટેક્સની બીજો હપ્તો જમા કરવાની છેલ્લી તારીખ છે.
ઓક્ટોબરમાં 2 તારીખના રોજ મહાત્માગાંધી જયંતિની રજા છે. 15 ઓક્ટોબરના રોજ દશેરાની અને 19 ઓક્ટોબરના રોજ મિલાદ-ઉન-નબીની રજા છે. તે સિવાય સપ્ટેમ્બર ત્રિમાસિક માટે ટીસીએસ સ્ટેટમેન્ટ જમા કરાવવાની ડેડલાઈન 15 ઓક્ટોબર છે. 30 ઓક્ટોબર ટીસીએસ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઈન છે. 31 ઓક્ટોબર સપ્ટેબર ત્રિમાસિક માટે ટીડીએસ સ્ટેટમેન્ટ જમા કરાવવાની ડેડલાઈન છે. 31 ઓક્ટોબર સુધી કોર્પોરેટ ટેક્સપેયર્સ અને તેના એકાઉન્ટની ઓડિટ માટે જરૂરત છે. તેણે રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
નવેમ્બર મહિનામાં 4 તારીખના રોજ દિવાળી છે. 19 નવેમ્બરના રોજ ગુરૂ નાનક જયંતિ છે. સપ્ટેમ્બર ત્રિમાસિક માટે ટીડીએસ સર્ટિફિકેટ જમા કરવાની ડેડલાઈન 15 નવેમ્બર છે. નાણાકીય વર્ષ 2020-21 માટે કોઈ ટેક્સપેયર્સના ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શન છે તો તેના માટે રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 30 નવેમ્બર છે.
ડિસેમ્બરમાં 25 તારીખના રોજ ક્રિસમસની રજા છે. 15 ડિસેમ્બરના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપતો જમા કરાવવાની છેલ્લી તારીખ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31